Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

સિયાચીનમાં તૈનાત ભારતીય જવાનો માટે ખાસ યુનિફોર્મ તૈયાર કરાશે

જવાનો માટે જરૂરી કપડા અને ઉપકરણ દેશમાં બનાવવા માટેની યોજનાને અંતિમ રૂપ અપાયું

નવી દિલ્હી :દુનિયા સૌથી દુર્ગમ વિસ્તાર એવા સિયાચિનમાં સેનાને માટે ખાસ યુનિફોર્મ તૈયાર કરવા સરકારે યોજના બનાવી છે. સરકાર સેનાના જવાનો માટે કપડા,સ્લીપિંદ કિટ્સ અને જરૂરી ઉપકરણો માટે લાંબા સમયથી અટકી પડેલી યોજનાને અંતિમ રૂપ આવવાની તૈયારી કરી છે.   

 સરકાર 20 હજાર ફૂટની ઉંચાઈએ સીમાની રક્ષા કરતા જવાનો માટે વર્ષે 800 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે.

  સૈન્ય સૂત્રોના જણાવ્યા પ્રમાણે  સરકાર જવાનોના યુનિફોર્મને દેશમાં તૈયાર કરવાની યોજના બનાવી રહી છે. આ કરવાથી 300 કરોડ રૂપિયાની બચત થઈ શકે છે, હાલમાં સેના માટે જરૂરી સાધનો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને સ્વિતઝરલેન્ડમાંથી આયાત કરવામાં આવે છે. સરકારે જવાનો માટે જરૂરી કપડા અને ઉપકરણ દેશમાં બનાવવા માટેની યોજનાને અંતિમ રૂપ આપ્યુ છે. ત્યારે આગામી દિવસોમાં સિયાચિનમાં સેના વધારે શક્તિશાળી બનાવા જઈ રહી છે.

(9:16 pm IST)