Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

દેશમાં 2થી વધુ બાળકો પેદા કરનાર સામે કડક કાયદો બનાવો:125 સાંસદોએ આપ્યું રાષ્ટ્રપતિને આવેદનપત્ર

જાતિ ધર્મથી ઉપર ઉઠીને આ કાયદો લાગુ કરાઈ :ભાજપ સહિત, ટીડીપી, શિવસેના અને અન્ય દળોનાં સાંસદોએ આવેદનપત્ર પાઠવ્યું:

ન્યૂ દિલ્હીઃ દેશમાં જનસંખ્યા નિયંત્રણને લઇને 125થી સાંસદોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરીને એક કડક કાયદો બનાવવાની માંગ કરી છે. ભાજપ સહિત, ટીડીપી, શિવસેના અને અન્ય દળોનાં સાંસદોએ રાષ્ટ્રપતિને એક આવેદનપત્ર પાઠવ્યું છે.

  સાંસદોએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને જનસંખ્યા નિયંત્રણ પર કાયદાનાં મુદ્દે ચર્ચા કરી હતી જેમાં ભાજપનાં સાંસદ મીનાક્ષી લેખી, ઉદય પ્રતાપ સિંહ, સંજીવ બાલિયાન, લક્ષ્‍મણ યાદવ, શિવસેનાનાં અરવિંદ સાવંત, તેલગૂ દેશમ પાર્ટી (ટીડીપી)નાં રામબાબુ નાયડુ અને જયદેવ ગલ્લા, સુરેશ અંગડી સહિત અનેક અન્ય સાંસદો આમાં શામેલ હતાં.

  એક એનજીઓ સાથે મળીને તૈયાર કરાયેલ આ આવેદનપત્રમાં અનેક અહમ બિંદુઓને રેખાંકિત કરવામાં આવેલ છે. આવેદન પત્ર અનુસાર જો કોઇ પણ માતા-પિતા ત્રીજા બાળકને જન્મ આપશે તો તેઓ પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે.

  આ સાથે જ તેઓને સરકારી નોકરી આપવામાં ના આવે. આ સાથે જ ત્રીજા બાળકને પેદા કરનાર અભિભાવક જોડેથી વોટિંગ કરવાનો અધિકાર પણ છીનવી લેવામાં આવે. જાતિ ધર્મથી ઉપર ઉઠીને આ કાયદો દરેક દેશવાસીઓ પર લાગુ થાય.

(7:56 pm IST)