Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

સંસદના ચોમાસુ સત્ર પહેલા રવિવારે તમામ ફ્લોર લીડર્સની બેઠક મળશે

નવા મંત્રીમંડળની રચનાથી અનેક સમિતિઓમાં બેઠકો ખાલી: આ તમામ સમિતિઓનું પુનર્ગઠન કરવામાં આવશે.

નવી દિલ્હી : સંસદનું ચોમાસું સત્ર 19 જુલાઇથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલશે 18 જુલાઇએ ગૃહના તમામ ફ્લોર લીડર્સની બેઠક મળશે, જેથી સત્ર ચલાવવા અંગે ચર્ચા થઈ શકે. સંસદના નિયમ 377 હેઠળ સાંસદો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનો જવાબ એક મહિનામાં આપવામાં આવે છે અને આ કામ 95 ટકા સુધી થઈ રહ્યું છે.નવા મંત્રીમંડળની રચનાને કારણે અનેક સમિતિઓમાં બેઠકો ખાલી થઈ ગઈ છે. આ તમામ સમિતિઓનું પુનર્ગઠન કરવામાં આવશે.

(10:32 pm IST)