Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

રાકેશ ઝુનઝુનવાલા એવિએશન ઇન્ડસ્ટ્રીમાં ૨૬૦ કરોડનું રોકાણ કરશે

શેરબજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા એવીએશનમાં જંગી રોકાણ કરવા એનઓસી માટે સરકારમાં અરજી કરી નવી કંપનીમાં ૪૦ ટકા ભાગીદારી મળશે

મુંબઇ : શેર બજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા કરશે એવિએશન ઇન્ડસ્ટ્રીમાં 260 કરોડનું રોકાણ  કરશે

શેર બજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા જલ્દી એવિએશન ઇન્ડસ્ટ્રીમાં મોટુ રોકાણ તે જલ્દી ઓછુ ભાડુ ધરાવતી એક નવી એરલાઇન વેંચરમાં 3.5 કરોડ ડૉલર (260.7 કરોડ રૂપિયા)નું રોકાણ કરી શકે છે.

એરલાઇનની ટીમને જેટ એરવેજના પૂર્વ CEO વિનય દુબે કરી શકે છે. આ વિશે ઝુનઝુનવાલા અને એક વિદેશી રોકાણકારો વચ્ચે વાતચીત શરૂઆતના સમયમાં છે. ઇકોનોમિક્સ ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર, નવી એરલાઇન કંપનીનું નામ આકાશ હોઇ શકે છે, તેની માટે એવિએશન મિનિસ્ટ્રી પાસે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) માટે અરજી પણ કરવામાં આવી શકે છે.

જો આ પ્રસ્તાવ આગળ વધે છે તો તેનાથી ઝુનઝુનવાલાને નવી કંપનીમાં લગભગ 40% ભાગીદારી મળશે. ખાસ વાત એ છે કે કોરોના મહામારીની એન્ટ્રીથી એવિએશન ઇન્ડસ્ટ્રીની સ્થિતિ ખરાબ છે અને ત્રીજી લહેર આગામી 2 મહિનામાં આવી શકે છે.

મહત્વપૂર્ણ છે કે રાકેશ ઝુનઝુનવાલાએ એવિએશન સેક્ટરમાં નાનુ રોકાણ કર્યુ છે. સ્પાઇસજેટ એરવેઝમાં તેમની 1% ભાગીદારી છે. આ સિવાય ગ્રાઉંડેડ એરલાઇન કંપની જેટ એરવેઝમાં પણ 1% ભાગીદારી છે. જોકે, તેમને ભારતીય અર્થવ્યવસ્થામાં સારી રિકવરીની આશા છે, તેમનું કહેવુ છે કે ભારતીય બજારમાં તેજી ચાલુ રહેશે અને જલ્દી મોંઘવારી પણ કાબુમાં આવશે.

(6:59 pm IST)