Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

હિલ સ્ટેશનો ઉપર ભીડ વ્યાજબી નથી : ત્રીજી લહેરને રોકવી આપણી જવાબદારી

પૂર્વોત્તરના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પીએમએ ચિંતા દર્શાવી

નવી દિલ્હી તા. ૧૩ : કોરોના વાયરસની બીજી લહેર અત્યારે સંપૂર્ણ રીતે ખત્મ નથી થઈ અને આ દરમિયાન કેટલાક રાજયોથી નવા કેસો વધવાના સમાચાર સામે આવવા લાગ્યા છે. આ દરમિયાન આજે એકવાર ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તરના રાજયોને લઇને કોવિડ-૧૯ મામલે મહત્વની બેઠક કરી. હિલ સ્ટેશન, પર્યટન સ્થળો પર ઉમડતી ભીડને લઈને પીએમ મોદીએ ચિંતા વ્યકત કરી અને લોકોને સાવધાની વર્તવા કહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા દરમિયાન કહ્યું કે, વેકિસનેશનને લઈને પૂર્વોત્ત્।રના રાજયો જે રીતે આગળ વધી રહ્યા છે તે પ્રશંસાને પાત્ર છે. જે રાજયોમાં અત્યારે તંગી અનુભવાઈ રહી છે ત્યાં પણ આના પર ભાર આપવાની જરૂર છે.પીએમ મોદીએ કહ્યું કે, કોરોનાની બીજી લહેર દરમિયાન અલગ-અલગ સરકારોએ કામ કર્યું છે. પૂર્વોત્તરના કેટલાક જિલ્લાઓમાં કેસો વધ્યા છે. આવામાં સતર્ક રહેવાની જરૂર છે. પીએમ મોદીએ કહ્યું કે, કન્ટેન્ટમેન્ટ નીતિ પર ભાર આપીને જ યોગ્ય એકશન લઈ શકાય છે.

પીએમ મોદીએ કહ્યું કે, આપણે કોરોનાના દરેક વેરિયન્ટ પર નજર રાખવી પડશે. આ બહુરૂપિયો છે અને વારંવાર પોતાનો રંગ બદલે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, હિલ સ્ટેશન પર જે ભીડ ભેગી થઈ રહી છે, એ ચિંતાનો વિષય છે. અહીં લોકો માસ્ક વગર ફરી રહ્યા છે. લોકો તર્ક આપી રહ્યા છે કે ત્રીજી લહેર પહેલા તેઓ ફરી રહ્યા છે, પરંતુ ત્રીજી લહેર ખુદ નહીં આવે, તેને આ રીતે જ લાવવામાં આવશે. તેમણે કહ્યું કે, વેકિસન મામલે આપણે દરેકને જાગૃત કરવા પડશે.

પીએમ મોદીએ કહ્યું કે, એ સાચું છે કે કોરોનાના કારણે ટૂરિઝમ, વેપાર-ધંધા ઘણા જ પ્રભાવિત થયા, પરંતુ આજે હું ભાર આપીને કહીશ કે હિલ સ્ટેશન્સમાં, માર્કેટ્સમાં માસ્ક પહેર્યા વગર, ભારે ભીડ ભેગી થવી યોગ્ય નથી. તેમણે કહ્યું કે, આપણે ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટથી જોડાયેલા ઇન્ફ્રાસ્ટ્રકચરમાં સુધાર કરીને આગળ ચાલવાનું છે. આ માટે હાલમાં જ કેબિનેટે ૨૩ હજાર કરોડ રૂપિયાના એક નવા પેકેજની જાહેરાત કરી છે. નાઙ્ખર્થ-ઈસ્ટના દરેક રાજયને આ પેકેજથી પોતાનું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચર મજબૂત કરવામાં મદદ મળશે.

(3:52 pm IST)