Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ઓફિસમાં કર્મચારીઓના સ્ટ્રેસને ટ્રેક કરનારો કેમેરો લોન્ચ

ઓફિસમાં એન્ટ્રીના સમયે જ જાણો સ્ટ્રેસ લેવલ

નવીદિલ્હીઃ ઓફિસમાં કર્મચારી તણાવમાં છે કે સાચે જ ખુશ છે હવે તે પણ જાણી શકાશે. કેમેરો બનાવવાવાળી કંપની કેનને એક એવો કેમેરો બનાવ્યો છે કે જે સ્માઈલને ટ્રેક કરી શકશે.

એક ચીની કંપનીનું કહેવું છે કે, આ કેમેરો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ છે. આ ટેકનીક કર્મચારીઓને ખુશ રાખવામાં મદદ કરશે. નવો કેમેરો ઓફિસમાં કર્મચારીઓની  સ્માઈલને ટ્રેક કરશે. જેનાથી ખબર પડશે કે ઓફિસમાં હાજર રહેલો કર્મચારી કેટલો ખુશ છે કે ખુશ નથી. ચીની કંપનીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનીકની મદદથી કર્મચારીઓ પર નજર રાખી રહી છે.  કોણ કર્મચારી કેટલો સમય લંચ બ્રેકમાં લાગી રહ્યો છે. તેને ટ્રેક કરી શકશે.  કર્મચારીઓનું માનવું છે કે, આમ કરવાથી તેમની ભાવનાઓ સાથે છેડછાડ કરવામાં આવી રહી છે. પરંતુ કંપની તેને એક પોઝિટિવ પગલું માની રહી છે.

હેલ્ધી રાખવાનું લક્ષ્ય

કંપનીઓનું કહેવું છે કે, સ્માઈલ માઇન્ડને રિલેકસ રાખવાની સાથે સાથે હેલ્ધી પણ રાખે છે.  સ્માઈલ રોગથી લડવા માટેની રોગપ્રતિકારક શકિતને મજબૂત બનાવે છે. સ્માઈલ કરવાથી એંડોર્ફિન હોર્મોન રિલીઝ થાય છે.  જેના કારણે માઇન્ડ રિલેકસ રહે છે. અને સાથે સાથે વધેલું બ્લડપ્રેસર પણ કન્ટ્રોલમાં રહે છે. માટે આ ઉપયોગી છે.

(3:26 pm IST)