Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ગુગલની મેસેજીંગ એપમાં ઓટોમેટીક ડીલીટ થશે ઓટીપી મેસેજ

ગુગલે પોતાની મેસેજીંગ એપમાં નવું ફીચર એડ કર્યુ છે. નવા ફીચરની મદદથી મેસેજને ઘણી રીતે ફીલ્ટર કરી શકાશે. જેમકે પરિવારીક, મિત્રો, ધંધાકીય રીતે જોડાયેલ મેસેજ માટે અલગ-અલગ કેટેગરી બનાવી શકાશે. પોતાની પ્રાથમિકતા મુજબ મેસેજ વાંચી શકાશે. સાથે જ મેસેજનું કર્ન્ફમેશન પણ આપી શકાશે.

આ ફીચરને એન્ડ્રોઇડ ૮ વર્ઝનમાં યુઝ કરી શકાશે. ફીચર એકટીવેટ કરવા અપડેટ મળશે અને તેમાં કન્ટીન્યુ વીથ ઉપર કલીક કરવાનું રહેશે. નવા ફીચરમાં સીકયોરીટી પણ અહમ છે. સીટીથી આવેલી મેસેજ ર૪ કલાકમાં જ આપોઆપ ડીલીટ થઇ જશે. જેથી ઓટીપી લીક થવાનો ખતરો પણ નહીં રહે.

(3:23 pm IST)