Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સાપ નીકળ્યો : ભકતોએ બાબાનો ચમત્કાર ગણ્યો

ઉજ્જૈન તા. ૧૩ : મહાકાલ મંદિરની અંદર ગઈકાલે અચાનક સાપ નીકળ્યો હતો. સાપ આશરે પાંચ ફૂટ લાંબો હતો. તેને જોઈને સ્ટાફમાં હડકંપ મચી ગઈ હતી. સદનસીબે આ સમયે શ્રદ્ઘાળુઓ અંદર ન્હોતા. ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આજે શિવલિંગની સામે ગણેશ મંડપમાં સાપ નીકળતાં હડકંપ મચી ગયો હતો. જોકે સાપ નીકળ્યો ત્યારે શ્રદ્ઘાળું હાજર ન્હોતા. સાપને જોઈને મંદિરે અધિકારીઓે જાણ કરી હતી. મંદિરની સુરક્ષા માટે હાજર બીએસએફના એક જવાને સાપને પકડીને મંદિર પરિસરમાંથી બહાર મૂકી આવ્યો હતો.

સાપ નીકળવાનો વીડિયો જેવો વાયરલ થયો ત્યારે ભકતો તેને આશ્થાની નજરે જોવા લાગ્યા હતા. સોમવારના દિવસે સાપને જોઈને ભગવાન મહાકાને જોડવા લાગ્યા હતા. જોકે, પાછળથી જાણવા મળ્યું કે સાપ સોમવારે નહીં પરંતુ રવિવારે રાત્રે નીકળ્યો હતો. આ સમયે મંદિરમાં ભકતોનો પ્રવેશ બંધ હતો જેથી કોઈ મુસેકલી થઈ ન્હોતી.

કાળ ભૈરવના સ્થાનકે સાપ નીકળવાનો આ વીડિયો રવિવાર રાત્રે શયન આરતીનો છે. આ દરમિયાન શ્રદ્ઘાળુઓ માટે પ્રવેશ બંધ હતો. આ સમયે સાપ દેખાયો. જો સાપ એવા સમયે નીકળતો કે શ્રદ્ઘાળુઓને મંદિરમાં દર્શન માટે પ્રવેશ કરે છે તો મુશ્કેલી ઉભી થઈ શકી હોત.

(3:21 pm IST)