Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

આ છે દુનિયાનું સૌથી મોંઘુ બર્ગરઃ કિંમત છે અધધ ૪.૪૭ લાખ રૂપિયા!!!

નેધરલેન્ડનું એક ફુડ આઉટલેટ સૌથી મોંઘા બર્ગર વેચી રહ્યું છેઃ આ બર્ગરનું નામ છે 'ધી ગોલ્ડન બોય'

નવી દિલ્લી, તા.૧૩: કોરોના મહામારી વચ્ચે દુનિયાના કેટલાક દેશોમાં મોંઘવારીએ માઝા મુકી છે. તેવામાં નેધરલેન્ડનું એક ફુડ આઉટલેટ સૌથી મોંદ્યા બર્ગર વેચી રહ્યું છે. આ બર્ગરનું નામ છે શ્નઠ્ઠક ગોલ્ડન બોય'. શું તમે જાણો છો આ બર્ગરની કિંમત? આવો જાણીએ. કોરોના મહામારી અને લોકડાઉને દુનિયાભરના રેસ્ટોરેન્ટ બિઝનેસની કમર તોડી નાખી છે. જો કે નેધરલેન્ડનું એક ફુટ આઉટલેટ આ દરમિયાન નવા આઈડિયા સાથે ઉતરી આવ્યું. આ આઉટલેટે એટલું મોંદ્યુ બર્ગર લોન્ચ કર્યું છે કે તમે તેની કિંમત સાંભળીને દંગ રહી જશો. આ બર્ગરને 'ધી ગોલ્ડન બોય' નામ આપવામાં આવ્યું છે.

એક રિપોર્ટ મુજબ આ બર્ગરની કિંમત ૫૦૦૦ પાઉન્ડ એટલે કે ૪ લાખ ૪૭ હજાર રૂપિયા રાખવામાં આવી છે. આટલા રૂપિયામાં તો એક રોલેકસ ઘડિયાળ પણ આવી જાય. વૂર્થુઈઝેન શહેરમાં સ્થિત ફુડ આઉટલેટ ડિ ડોલ્ટન્સના માલિક રાઙ્ખબર્ટ જેન ડિ વીનનું કહેવું છે કે, 'મારૂ બાળપણથી વર્લ્ડ રેકોર્ડ તોડવાનું સપનું હતું અને હવે તેને સાકાર કરવાનો અનુભવ અદભુત છે.'

વીન મુજબ તેઓ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સની આર્કાઈવ્સ પર નજર કરી રહ્યાં હતા. ત્યારે જ તેમણે જોયું કે અમેરિકાના ઓરેગોનના જૂસીઝ ઓઉટલો ગ્રીલ નામની શોપ પાસે દુનિયાનું સૌથી મોંદ્યુ બર્ગર બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ છે. આ ફુડ આઉટલેટે જે બર્ગર બનાવ્યું હતું તેની કિંમત ૪૨૦૦ પાઉન્ડ એટલે કે ૩ લાખ ૭૨ હજાર રૂપિયા. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સ મુજબ સૌથી મોંદ્યુ બર્ગર હોવાનો રેકોર્ડ આ બર્ગરના નામે ૨૦૧૧દ્મક ચાલતો આવ્યો છે. વીને કહ્યું કે, 'તે બર્ગરનો વજન ૩૫૨.૪૪ કિલોગ્રામ હતો. સ્વાભાવિક છે કે કોઈ એક વ્યકિત તો આ બર્ગર ન ખાય શકે. તેથી મે વિચાર્યું કે હું આ બર્ગર કરતા વધું સારું બર્ગર બનાવી શકું છું.'રિપોર્ટ મુજબ આ બર્ગરના બનમાં સોનાનું પત્તુ રાખવામાં આવ્યું છે. સાથે જ બર્ગરને બનાવવામાં મશરૂમ, કિંગ ક્રેબ, બેલુગા કૈવિયાર, ડક એગ મેયોનીઝ અને ડોમ પેરિગ્નોન શેમ્પેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બર્ગરને રજૂ કરનાર વીને કહ્યું કે, શ્નલૃહ્વટ કે આ બર્ગર બહું મોંદ્યુ છે, પરંતુ તેમ છતાં તમે તમારા હાથનો ઉપયોગ કરી તેને ખાઈ શકો છો, કારણ કે બર્ગરને ખાવાની રીત આ જ છે.

(3:20 pm IST)