Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

વાહરે કુદરત...

મી. ઇન્ડીયા જેવો દુર્લભ પારદર્શી ઓકટોપસ દેખાયો

પ્રશાંત મહાસાગરના ઉંડા પાણીમાં રીસર્ચરોએ પાડ્યા ફોટા

કેલિફોર્નીયા, તા.૧૩  : પ્રશાંત મહાસાગરમાં કિરીબાતીની પાસે ફિનિકસ ટાપુ પાસે દુર્લભ ઓકટોપસ મળી આવ્યો છે જેની ત્વચા પારદર્શક છે. તેના શરીરની આરપાર જોઇ શકાય છે. શરીરની અંદરના અંગો અને પાચનતંત્ર ચોખ્ખુ દેખાય છે.

અમેરિકાની સમીટ-ઓશન ઇન્સ્ટીટયુટના વૈજ્ઞાનિકોની ટીમે આ ઓકટોપસને જોયો હતો. આ સંસ્થા સમુદ્રી જીવોનો અભ્યાસ કરે છે. ડેઇલી જોલના રિપોર્ટ અનુસાર રિસર્ચરોએ પ્રશાંત મહાસાગરના પેટાળમાં ઓકટોપસના ફોટાઓ પણ પાડયા હતા. વીટ્રેલેડોનેલા રિચર્ડી નામના આ ઓકટોપસ અંગે પહેલી વાર ૧૯૧૮માં ખબર પડી હતી. તેને ગ્લાસ ઓકટોપસ પણ કહેવાય છે. તેને કેમેરામાં કેદ કરવો બહુ મુશ્કેલ છે. કેમકે તે સમુદ્રમાં બહુ ઉંડાઇએ તરે છે અને પારદર્શક હોવાના કારણે નજરે નથી ચડતો.

ગ્લાસ ઓકટોપસના શરીરની લંબાઇ ૪પ સેન્ટીમીટર સુધીની હોય છે. તેની આંખો આયતાકાર હોય છે. શિકારી હુમલાથી બચવા તે આંખોને બહુ લાંબી બનાવી લે છે. જેથી પ્રકાશ તેમાંથી પરાવર્તિત થઇ જાય અને તે દેખાય નહીં.

(3:19 pm IST)