Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

સ્વતંત્રતા દિવસે જમ્મુ-કાશ્મીરમાં મોટો હુમલો કરવાનું ષડયંત્ર

સુરક્ષાદળો એલર્ટ : જમ્મુના સંવેદનશીલ વિસ્તારો આતંકીના નજરે

નવી દિલ્હી તા. ૧૩ : સ્વતંત્રતા દિવસના મોકા પર ત્રાસવાદીઓના પ્રયત્નો છે કે જમ્મુ કાશ્મીરમાં તોડફોડને અંજામ આપવામાં આવે. છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાન બેઠેલા આતંકી સંગઠન લશ્કર અને હિઝબુલ મુઝાહિદીનના ત્રાસવાદીઓએ જમ્મુ કાશ્મીરમાં ફરી આતંકી હુમલો કરવાનું ષડ્યંત્ર ઘડ્યું છે. જમ્મુની આંતરરાષ્ટ્રીય સરહદ પર એલર્ટ જાહેર કરવાં આવ્યું છે.

૨૫ વાર ડ્રોન દ્વારા શસ્ત્ર તેમજ દારૂગોળો તેમજ માદક પદાર્થ આંતરરાષ્ટ્રીય સરહદ પર હુમલો કરીને સ્વતંત્રતા દિવસે પાકિસ્તાન તેમની સેનાએ તેમજ આતંકી સંગઠનોની સાથે મળીને જમ્મુમાં હુમલો કરવાના પ્રયત્નોમાં લાગ્યા છે. જમ્મુ એરફોર્સ સ્ટેશનના ડ્રોન હુમલા બાદ પાકિસ્તાનની નજર જમ્મુના ઠેકાણા પર છે. જેમાં સૈન્ય અડ્ડા, તેલ ડેપો, સૈન્ય કોન્વાઈ, વીજળી પરિયોજનાઓ માટે ડેમ, નેશનલ હાઇવે પર સંવેદનશીલ પુલ, ટનલ વગેરે. ગઈ ૨૭ જૂને આતંકી સંગઠન લશ્કર જમ્મુના એરફોર્સ સ્ટેશનમાં ડ્રોન દ્વારા બોમ્બમારો કરવામાં સફળ રહ્યું.

સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે સ્વતંત્રતા દિવસ અથવા તે પહેલા આતંકી જમ્મુ સંભાગમાં તોડફોડની કોઇ મોટી ઘટનાને અંજામ આપશે જે પ્રકારે ડ્રોનની ગતિવિધિ જમ્મુના આંતરરાષ્ટ્રીય સરહદે વધી રહી છે તેનાથી સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ બની છે.

(3:17 pm IST)