Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

લક્ષ્મી પૂરીને બદનામ કરતા ટ્વીટ્સ હટાવી લેવા સાકેત ગોખલેને દિલ્હી હાઇકોર્ટનો આદેશ : લક્ષ્મીએ સ્વિત્ઝરલેન્ડમાં લીધેલી 25 લાખ ડોલરની પ્રોપર્ટી આવક કરતા વધુ રકમની હોવાનું ગોખલેનું ટ્વીટ : સોશિઅલ એક્ટિવિસ્ટ ગોખલેના ટ્વીટ વિરુદ્ધ લક્ષ્મીએ 5 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો કર્યો : કોર્ટમાં હિસાબ રજૂ કર્યા : આગામી સુનાવણી 10 સપ્ટેમ્બરના રોજ

ન્યુદિલ્હી : સોશિઅલ એક્ટિવિસ્ટ સાકેત ગોખલેએ યુનાઇટેડ નેશનશમાં ફરજ બજાવી નિવૃત થનાર મહિલા લક્ષ્મી પુરીએ સ્વિત્ઝરલેન્ડમાં લીધેલી પ્રોપર્ટી તેમની આવક કરતા વધુ રકમની હોવા અંગે ટ્વીટ કર્યું હતું. જેના અનુસંધાને લક્ષ્મીએ દિલ્હી હાઇકોર્ટમાં સાકેત વિરુદ્ધ 5 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો કર્યો છે. તથા કોર્ટ સમક્ષ પોતે લીધેલી પ્રોપર્ટીનો હિસાબ રજૂ કર્યો છે.

લક્ષ્મીએ રજૂ કરેલા હિસાબમાં પોતાના નિવૃત્તિ ફંડનો ઉપયોગ કર્યો હોવાનું તથા ન્યુયોર્ક બેંકમાં નોકરી કરતી પોતાની પુત્રીએ 6 લાખ ડોલર આપ્યા હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગોખલેએ લક્ષ્મી વિરુદ્ધ કરેલા ટ્વીટમાં તેના પતિ તથા અટલજીના મંત્રી મંડળમાં રહી ચૂકેલા કુલદીપ સિંહની વગનો ઉપયોગ કર્યો હોવાનું પણ જણાવ્યું હતું.

સુનાવણી દરમિયાન નામદાર કોર્ટે ગોખલેને લક્ષ્મી વિરુદ્ધનું ટ્વીટ હટાવી લેવાનો આદેશ આપ્યો છે. અને જો ટ્વીટ ન હટાવે તો તેનું એકાઉન્ટ બંધ કરી દેવાની ટ્વીટર કંપનીને સૂચના આપી છે. આગામી સુનાવણી 10 સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(2:10 pm IST)