Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

પહેરેદાર ઉપર મરી છાંટી ૯ કેદી ફરાર

અરૂણાચલની જેલમાં ફિલ્મી દૃશ્યો

નવી દિલ્હી : અરૂણાચલ પ્રદેશની એક જેલમાંથી સાત કેદી સુરક્ષા પેહેરેદાર ઉપર મરી છાંટીને ફરાર થઇ ગયેલ. તમામ સુરક્ષા વ્યવસ્થાને અંગુઠો દેખાડી કેદીઓ ફિલ્મી ઢબે જેલમાં બ્રેક કાંડને અંજામ આપેલ. ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવેલ કે આ ઘટના રવિવાર સાંજે પૂર્વી સિંયાગ જિલ્લાની પાસીઘાટ જેલમાં ઘટી હતી. ઘટનામાં પાંચ ગાર્ડ ઘાયલ થયેલ. જેલના લોક અપ કેદીઓને રાતનું જમવાનું આપવા ખોલાયેલ ત્યારે મરીઅને મીઠુ કેદીઓના હાથમાં આવેલ.

મોટી ખેડૂત પંચાયત ૫ સપ્ટેમ્બરે યોજાશે

નવી દિલ્હી : નવા કૃષી કાયદા વિરૂધ્ધ આંદોલન કરી રહેલ ખેડૂત ૫ સપ્ટેમ્બરે પંચાયત કરશે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જણાવેલ કે પંચાયતમાં આંદોલનની આગળની રાણનીતી ઘડાશે. અમે ચૂંટણી નહીં લડીએ, અમે વોટની ચોંટ આપીશુ

જૂહી ચાવલા મામલે જજ અલગ થયા

નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટે 5G વિરૂધ્ધ અભિનેત્રી જુહી ચાવલાની અરજી ખારીજ કરવા સંબંધીત આવેદન ઉપર ગઇકાલે સુનવણી સ્થગીત કરાયેલ. જસ્ટીસ સંજીવ નરૂલાએ સુનવણીથી પોતાને અલગ કરી ૨૯ જુલાઇએ અન્ય બેન્ચને સુચીબધ્ધ કરવા જણાવેલ.

(1:04 pm IST)