Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

લદ્દાખના ‘ડેમ ચોક’માં ચીનાઓ ઘુસી આવ્યા : ભારતીય ગામોમાં દલાઈલામાના જન્મદિન કાર્યક્રમોનો વિરોધ કર્યો

લદાખ : ચીની સૈનિકો સિંધુ નદીના વિસ્તારોની ઉપર ભારતીય સરહદમાં ઘુસી આવ્યાનું બહાર આવ્યુ છે. તેમની સાથે કેટલાક બેનર અને ચીની ઝંડા હતા. લદાખમાં સર્જાયેલ આ ઘટનામાં ચીની સૈનિકો ભારતીય સરહદમાં ૩૦ મિનિટ સુધી રોકાયા હતા. ફરી એકવાર ચીની સૈનિકોની ઘુસણખોરીનો બનાવ સામે આવ્યો છે. ચીની લશ્કરના સૈનિકો લદાખના ડેમચોક વિસ્તારમાં ઘુસી આવેલ હતા. તેમણે તિબેટીયન ધર્મગુરૂ દલાઈલામાના જન્મદિન કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. ૬ જુલાઈએ આ ઘટના બની હતી. ચીની સૈનિકો સાથે કેટલાક ચીની નાગરીકો પણ સામેલ હતા. પાંચ વાહનોમાં આવ્યા હતા. તેમણે દલાઈલામાના જન્મદિન કાર્યક્રમનો વિરોધ કરેલ અને બેનરો લગાવેલ. ડેમ ચોકથી ૩૦ કિ.મી. દૂર કોયુલ નજીક આ ઘટના બન્યાનું હિન્દી જનસત્તા નોધે છે. ચીન આવી હરકતો વારંવાર કરતુ રહે છે. ભારતીય લશ્કરની આવન-જાવનમાં પણ અવરોધ સર્જે છે.

(12:28 pm IST)