Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

મહિલાએ એક સાથે ૪ બાળકોને આપ્‍યો જન્‍મ

આ બાળકોમાં ૧ દિકરી અને ૩ દિકરાં સામેલ છે : તમામ બાળકો સંપૂર્ણ રીતે સ્‍વસ્‍થ છે : ગાજીયાબાદમાં પરિવારને મળી ૪ ગણી ખુશી

ગાજીયાબાદ,તા.૧૩: ઉત્તર પ્રદેશના ગાજીયાબાદમાં એક અજીબો ગરીબ કિસ્‍સો સામે આવ્‍યો છે. જીલ્લામાં એક મહિલાએ એક સાથે ૪ બાળકોને જન્‍મ આપ્‍યો છે. સોમવારની રાતે એક ખાનગી હોસ્‍પિટલમાં એક મહિલાનું ડોક્‍ટરોની ટીમે ઓપરેશન કર્યા બાદ એક દીકરી અને ત્રણ દિકરાંનો જન્‍મ કરાવ્‍યો. ચાર બાળકોનો એક સાથે જન્‍મ થવાથી સમગ્ર જીલ્લામાં આ વાત ચર્ચાનો વિષય બન્‍યો છે. ડોક્‍ટરોએ ઓપરેશન કરીને ચાર બાળકોની સુરક્ષિત ડિલીવરી કરાવી છે.

આ કિસ્‍સો નહેરૂનગર સ્‍થિત યશોદા હોસ્‍પિટલનો છે. ડોક્‍ટર શશિ અરોરા અને ડોક્‍ટર સચિન દુબેના નિર્દેશન હેઠળ આ મહિલાનું સફળ ઓપરેશન કરવામાં આવ્‍યું. હવે મહિલા અને તેના ચારેય બાળકો સુરક્ષિત છે. મહિલાની ડિલીવરી બાદ તેની જરૂરીયાત મુજબની તમામ પ્રાથમિક તપાસ કરવામાં આવી. જે બાદ તમામ લોકો સુરક્ષિત હોવાનું ડોક્‍ટરોનું કહેવું છે.

જન્‍મ બાદ બાળકોની દેખરેખ માટે તમામ બાળકોને નર્સરીમાં રાખવામાં આવ્‍યા છે. એક સાથે ૪ બાળકોને જન્‍મ આપનારી મહિલાએ પરિવારમાં ચાર ગણી ખુશી વધારી દીધી છે.

(10:31 am IST)