Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

અંતિમ આશરો : હાય હાય યે મજબુરી

કોરોનાથી આર્થિક ભીંસમાં મૂકાયેલા ભારતીયો વેચી રહ્યા છે સોનુ

સતત બે વર્ષથી કોરોનાના કારણે ભારતીયો આર્થિક મુશ્‍કેલીમાં મુકાઇ ગયા છે : આર્થિક તંગી દૂર કરવા માટે ઘણા ભારતીયો સોનું કે સોનાના દાગીના વેચી રહ્યા છે અથવા તો તેના પર લોન લઇ રહ્યા છે

નવી દિલ્‍હી,તા. ૧૩: કોરોના વાયરસના કારણે ભારતીયો આર્થિક મુશ્‍કેલીમાં મૂકાઈ ગયા છે. જેના કારણે હવે તેઓ સોનુ વેચીને પોતાની આર્થિક તંગી દૂર કરી રહ્યા છે. ૫૦ વર્ષીય પોલ ફનર્ાિન્‍ડસ વેઈટર છે અને તેઓ ક્રૂઝમાં નોકરી કરતા હતા. જોકે, નોકરી ગુમાવી દીધા બાદ પોતાના બાળકોના ભણતર માટે સોના ઉપર લોન લીધી હતી. બીજી નોકરી શોધવા અને હોમ બિઝનેસ શરૂ કરવામાં નિષ્‍ફળ રહેવાના કારણે આ વર્ષે તેમણે અન્‍ય ખર્ચાઓ માટે પોતાના સોનાના ઘરેણા વેચી દીધા હતા.

ગોવામા રહેતા ફનર્ાિન્‍ડસે જણાવ્‍યું હતું કે મેં સોનાના પર લોન લીધી હતી પરંતુ તે પણ એક દેવું જ છે. મેં દાગીના વેચી દીધા જેનો મતલબ છે કે હું તે લોન ચૂકવવામાં નિષ્‍ફળ રહ્યો છું.

કોરોનાના કારણે લાખો લોકોની નોકરી જતી રહી છે અને દેવાદાર થઈ ગયા છે. ત્‍યારે ઘણા ભારતીયો તેમના અંતિમ આશ્રય એવા સોના કે સોનાના દાગીના વેચીને પોતાની આર્થિક તંગી દૂર કરી રહ્યા છે. ગ્રામીણ ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર જોવા મળ્‍યો હતો જેના કારણે અર્થતંત્ર અને આવક પર દ્યણો મોટો ફટકો પડ્‍યો છે.

ગત વર્ષે લોકડાઉનના કારણે લોકો આર્થિક મુશ્‍કેલીમાં મૂકાયા હતા અને તેમાંથી બહાર આવવા માટે ગોલ્‍ડ લોન લીધી હતી. હવે આ વર્ષે પણ ત્રીજી લહેરની સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવી છે અને તમારી આર્થિક મુશ્‍કેલીઓ વધી છે. ત્રીજી લહેરની સંભાવનાનો મતલબ છે કે તમારી નોકરી ફરીથી જોખમમાં મૂકાઈ શકે છે, તેમ શેઠે જણાવ્‍યું હતું.

સોના પર લોન આપતી દેશની અગ્રણી મન્નાપુરમ ફાઈનાન્‍સ લિમિટેડે માર્ચથી ત્રણ મહિનામાં ૪૦૪ કરોડ રૂપિયાના સોનાની હરાજી કરી હતી. તેના આગળના નવ મહિનામાં ફક્‍ત ૮ કરોડ રૂપિયાના સોનાની હરાજી થઈ હતી. જે લોકોએ મન્નાપુરમ પાસેથી લોન લીધી હતી તેમાં રોજનું કમાતા લોકો, નાના વેપારીઓ અને ખેડૂતો હતા જેઓ પોતાની લોન ચૂકવવામાં નિષ્‍ફળ રહ્યા હતા.

વર્લ્‍ડ ગોલ્‍ડ કાઉન્‍સિલના જણાવ્‍યા પ્રમાણે આર્થિક મંદી અને કોરોના વાયરસના કારણે ભારતીયોએ તેમના સોનાની ખરીદી પર કાપ મૂક્‍યો છે. ૨૦૨૦માં છેલ્લા બે દાયકામાંની સોનાની સૌથી ઓછી ખરીદી થઈ હતી. જોકે, મેટલ્‍સ ફોકસના સેઠના જણાવ્‍યા પ્રમાણે ગત વર્ષની તુલનામાં આ વર્ષે સોનાની ખરીદીમાં ૪૦ ટકા જેટલો ઉછાળો આવી શકે છે.

(10:25 am IST)