Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ઇન્‍કમટેક્ષ એસેસમેન્‍ટમાં અંતિમ ઓર્ડર પહેલા કરદાતાને જાણ કરવી પડશે

કરદાતાઓને સાંભળવાની જવાબદારી હવે આઇટી અધિકારીઓના શિરે : કરદાતાની જાણ બહાર કરાયેલા ઓર્ડરને કોર્ટમાં પડકાર શકાશે

નવી દિલ્‍હી,તા. ૧૩: ઇન્‍કમટેક્‍સમાં લાગુ કરવામાં આવેલી ફેસલેસ એસેસમેન્‍ટમાં કરદાતાઓને પુરતો ન્‍યાય મળી રહે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. તેના કારણે ઇન્‍કમટેક્‍સના અધિકારીઓની દાદાગીરી ઓછી થવાની શક્‍યતાઓ ઉભી થઇ છે. જે અંગેની જાણકારી ચેમ્‍બર દ્વારા યોજવામાં આવેલા વેબિનારમાં સીએ પ્રદિપ સિંદ્યીએ પણ આપી હતી.

આઇટીમાં ફેસલેસ એસેસમેન્‍ટ તથા કરેસ ફરીથી ખોલવા માટે કરદાતાઓને ફાયદો થાય તેવા નિર્ણય કરવામાં આવ્‍યા છે. આ અંગે ચેમ્‍બર દ્વારા વેબિનારનુ આયોજન ઓનલાઇ ન કરવામાં આવ્‍યુ હતુ. તેમાં સીએ પ્રદીપ સિંધીએ જશાવ્‍યુ હતુ કે અગાઉ અસેસમેન્‍ટની સંપૂર્ણ પ્રક્રિયા મેન્‍યુઅલ હતી અને એક જ અધિકારી અસેસમેન્‍ટની સમગ પ્રક્રિયામાં સામેલ હતા. પરંતુ, હવે ફેસલેસ યોજનાના તબક્કામાં, ટીમ આધારિત અસેસમેન્‍ટ અને સમીક્ષાઓ કરવામાં આવે છે જે અસેસમેન્‍ટ પ્રક્રિયામાં વધુ પારદર્શિતા, કાર્યક્ષમતા અને જવાબદારી તરફ દોરી જાય છે. આવકવેરા અધિકારીને ફક્‍ત તેમના અધિકારક્ષેત્ર સંબંધિત કેસો સોપવામાં આવતા હતા, પરંતુ હવે તેના બદલે કોમ્‍પ્‍યુટર દ્વારા જ રેન્‍ડમ જાળવણી કરવામાં આવતી હોય છે. તેના લીધે કયા કરદાતાનો કેસ તેની પાસે છે તેની જાણકારી જ હોતી નથી. ૧ લી એપ્રિલ ર૦ર૧ પછી અસેસમેન્‍ટ ઓર્ડર ફક્‍ત કલમ ૧૪૪ની એટલે કે ફેસલેસ અસેસમેન્‍ટ યોજનાની જોગવાઈઓ અનુસાર જ પસાર કરી શકાશે. અસેસમેન્‍ટની કોઈપણ પ્રિયા ઉપરોક્‍ત કલમ હેઠળ કરવામાં ન આવે તો કરદાતા ઓર્ડરને પડકાર આપી શકે છે. અસેસમેન્‍ટની ફેસલેસ યોજનામાં, કરદાતા વ્‍યક્‍તિગત સુનાવણી માટે વિતંતી કરી શકે છે, વિનંતી મંજૂર થઈ હોય તો આવી સુનાવણી ફ્‌ક્‍ત વિડિઓ કોન્‍ફરન્‍સ દ્વારા હાથ ધરી શકાશે.

 કેસલેસ એસેસમેન્‍ટ યોજના પ્રમાણે આ કરવું જરૂરી

કરદાતાને અસેસમેન્‍ટ પૂર્ણ કરતા પહેલાં, ડ્રાફટ અસેસમેન્‍ટ ઓર્ડર આપવાનો રહેશે તેમજ આ ઓડર સામે કરદાતાને જવાબ આપવાની તક પણ આપવામાં આવશે કરદાતાએ આપેલા જવાબને ધ્‍યાનમાં લીધા પછી જ અંતિમ ઓડર પાસ કરવામાં આવશે. અગાઉ. આવા ડ્રાફટ ઓર્ડરની કોઈ આવશ્‍યકતા નહોતી. આમ, જો નવી ફેસલેસ અસેસમેન્‍ટ યોજના મુજબ જો કરદાતાને ડ્રાફટ ઓડર આપવામાં નહીં આવે. તો કરદાતા તે ઓર્ડરને પડકારી પણ શકે છે.

(10:24 am IST)