Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

કોરોના વેક્સીન લગાવ્યા પછી યુવતીના સ્તન મોટા થઇ ગયા : હવે મોટી સાઈઝની બ્રા લેવી પડે છે : ડોક્ટરોએ કહ્યું ટેંશન નહીં લેતા : વેક્સીન લેવાથી ક્યારેક સ્તન ઉપર સોજો આવી જાય છે તેથી તે મોટા દેખાય છે : નોર્વેની 17 વર્ષીય યુવતીને સ્તન મોટા થઇ ગયા હોવાનો અહેસાસ

નોર્વે : વિશ્વમાં કોરોના વેક્સીન લગાવ્યા પછી અમુક લોકોને જુદી જુદી સાઈડ ઇફેક્ટ થતી જોવા મળી છે. જે પૈકી નોર્વેની 17 વર્ષીય યુવતી એમ્માએ જણાવ્યું હતું કે વેક્સીન લીધા પછી તેના સ્તન મોટા થઇ ગયા છે. તેથી હવે મોટી સાઈઝની બ્રા લેવી પડે છે.  જો કે તેના સ્તન આકર્ષણનું કેન્દ્ર પણ બની ગયા છે.

ડોક્ટરોએ જણાવ્યું હતું કે ટેંશન લેવાનું કોઈ કારણ નથી. ક્યારેક વેક્સીન લીધા પછી સ્તનની ડીટડી ઉપર સોજો આવી જાય છે.તેથી સ્તન મોટા થઇ ગયા હોવાનું જણાય છે. એકાદ મહિનામાં બધું બરાબર થઇ જશે.

પોતાને થયેલા અનુંભવ પછી એમ્માએ સર્ચ કરતા જાણવા મળ્યું હતું કે અમેરિકામાં પણ ઘણી યુવતીઓને આવો અનુભવ થયો છે. તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(6:55 pm IST)