Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

હોંગકોંગમાં લોકોના પ્રશ્નોને વાચા આપતું અખબાર ' એપલ ડેઈલી ' બંધ કરાયું : અખબારના કર્મચારીઓની ઉપરાઉપરી ધરપકડ કરાતા બંધ કરવાની ફરજ પડી : સરકારના દમનને કારણે બંધ કરાયેલું અખબાર ફરીથી ચાલુ કરાવવા અમેરિકા સહીત 21 દેશોની માંગણી

હોંગકોંગ : હોંગકોંગમાં લોકોના પ્રશ્નોને વાચા આપતું અખબાર ' એપલ ડેઈલી ' બંધ કરાયું છે. સંચાલકોના જણાવ્યા મુજબ અખબારના કર્મચારીઓની ઉપરાઉપરી ધરપકડ કરાતા બંધ કરવાની ફરજ પડી છે.
આ અખબારની છેલ્લી આવૃત્તિ ગયા મહિને બહાર પડી હતી.જેમાં જણાવાયું હતું કે  સરકારી દમનને કારણે અખબાર બંધ કરવાની ફરજ પડી રહી છે. ત્યાર પછી તે બંધ કરી દેવાયું છે.

આથી હોંગકોંગ સરકાર સમક્ષ અખબાર ફરીથી ચાલુ કરાવવા અમેરિકા સહીત 21 દેશોએ રજુઆત કરી છે.જેમાં ઓસ્ટ્રેલિયા , કેનેડા ,ફ્રાન્સ ,જર્મની ,સહિતના દેશોનો સમાવેશ થાય છે. જેઓએ હોંગકોંગ સરકારના પગલાંનો વિરોધ કર્યો છે.તેવું ધ.ટી.દ્વારા જાણવા મળે છે.

(9:41 am IST)