Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ગૂગલ ૭ વર્ષમાં ભારતમાં ૭૫ હજાર કરોડનું રોકાણ કરશે

ગૂગલના સીઈઓ સાથે મોદીની વાતચીતમાં જાહેરાત : ડેટા સલામતી તેમજ સાયબર સુરક્ષાના મહત્વ વિશે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુંદર પિચાઈ સાથે ચર્ચા કરી

નવી દિલ્હી, તા. ૧૩ : ગૂગલ ભારતમાં રૂપિયા ૭૫,૦૦૦ કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કરશે. જાહેરાત ગૂગલના ભારતીય મૂળના સીઈઓ સુંદર પિચાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત દરમિયાન કરી છે. સોમવારે વડાપ્રધાન મોદીએ સુંદર પિચાઈ સાથે વાતચીત કરી હતી. પિચાઈએ કહ્યું હતું, આજે હું 'ગૂગલ ફોર ઈન્ડિયા ડિજિટલાઈઝેશન કોષ'ની જાહેરાત કરતા રોમાંચિત અનુભવું છું. પહેલ હેઠળ અમે આગામી પાંચ થી સાત વર્ષમાં ભારતમાં ૧૦ અરબ ડોલર એટલે કે ૭૫ હજાર કરોડનું રોકાણ કરીશું. તેમણે જણાવ્યું કે, અમારું રોકાણ ભારતના ડિજિટલાઈઝેશનના ચાર મુખ્ય ક્ષેત્ર પર કેન્દ્રિત હશે. તેમાં અમે દરેક ભારતીય સુધી તેની ભાષામાં પહોંચ અને માહિતીને ઉપલબ્ધ કરાવીશું.

          ભારતની જરૂરિયાત પ્રમાણે નવાં ઉત્પાદનો અને સેવાઓનું નિર્માણ કરવું, વ્યવસાયીઓને ડિજિટલ ફેરફાર માટે સશક્ત કરવા અને સ્વાસ્થ્ય, શિક્ષા અને કૃષિ જેવા ક્ષેત્રોમાં  સામાજિક ભલાઈ માટે આર્ટિફિશ્યલ ઈન્ટલેજન્સ અને ટેક્નોલોજીનો લાભ પહોંચાડવાનું સામેલ છે. પહેલાં વડાપ્રધાન મોદીએ સુંદર પિચાઈ સાથે થયેલી વાતચીતની જાણકારી આપતાં ટ્વીટમાં લખ્યું કે, આજે સવારે સુંદર પિચાઈ સાથે વાતચીત થઈ. અમે ઘણાં વિષયો પર વાત કરી. ખાસ કરીને ટેક્નોલોજી દ્વારા ભારતના ખેડુતો, યુવાનો અને ઉદ્યમીઓના જીવનને બદલવાના વિષયમાં વાતચીત કરી. વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, પિચાઈ અને મેં કોરોનાના સમયમાં ઉભરી રહેલી નવી કાર્ય સંસ્કૃતિ વિશે વાત કરી.

          અમે તે પડકાર પર પણ ચર્ચા કરી જેવૈશ્વિક મહામારીએ સ્પોટ?ર્સ જેવા ક્ષેત્રમાં લાવી દીધી છે. પીએમ મોદીએ કહ્યું હતું, સુંદર પિચાઇ સાથે વાતચીત દરમ્યાન મેં નવી કાર્ય સંસ્કૃતિ વિશે વાત કરી જે કોરોનાના સમયમા ઉભરી રહી છે. અમે પડકારો વિશે ચર્ચા કરી જેને વેશ્વિક મહામારીએ રમત જેવા ક્ષેત્રોમા લાવી દીધાં છે. અમે ડેટા સુરક્ષા અને સાયબર સુરક્ષાના મહત્વ વિશે વાત કરી છે.

(9:45 pm IST)