Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

રેલવે કોચમાં મોબાઈલ એપથી પ્રિન્ટિંગ થાય એવું પ્રિન્ટર હશે

ભારતીય રેલવે આધુનિક સુવિધાથી સજ્જ થઈ રહી છે : કર્મચારીઓ દ્વારા રેલવે સેવાને બહેતર બનાવવા ઇનોવેશન, રેલવેએ ૨૦ ઇનોવેશન્સને અમલી બનાવવાનું નક્કી કર્યું

નવી દિલ્હી, તા. ૧૩ : ભારતીય ટ્રેનોમાં હવે કોચમાં વિવિધ આધુનિક સુવિધાઓ આપવામાં આવશે. કોચમાં સીસીટીવી, મોબાઈલ એપ દ્વારા પ્રિન્ટિંગ થાય તેવું પ્રિન્ટર, બેલ સહિતની સુવિધાઓ અપાવાનું નક્કી કરાયું છે. ભારતીય રેલવેના કર્મચારીઓ દ્વારા રેલવે સેવાઓને બહેતર બનાવવા ઇનોવેશન થતાં રહે છે. રેલવે બોર્ડે આવાં ૨૦ ઇનોવેશન્સને અમલી બનાવવાનું નક્કી કર્યું છે. ટ્રેન ઉપડવાની એક મિનિટ પહેલાં કર્મચારીઓ માટે બેલ વોર્નિંગ, કોચમાં સીસીટીવી, મોબાઇલ એપ દ્વારા ટિકિટ પ્રિન્ટિંગનો સમાવેશ થાય છે. રેલવેએ પોતાના કર્મચારીઓમાં ઇનોવેશન્સને પ્રોત્સાહન આપવા માટે ૨૦૧૮માં એક ખાસ પોર્ટલ લોન્ચ કર્યું હતું. સપ્ટેમ્બર ૨૦૧૮થી ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં પોર્ટલ પર ૨૬૪૫ એન્ટ્રી આવી હતી.

           તેમાંથી હવે ૨૦ ઇનોવેશન્સને લાગુ પાડવાનો નિર્ણય કરાયો છે અને તે માટે જરૂરી ઓર્ડર્સ પણ જારી કરી દેવાયા છે. વેસ્ટર્ન રેલવેએ નેચરલ વોટર કુલર વિકસાવ્યાં છે. .૨૫ લાખના ખર્ચે તૈયાર થતાં કુલર દસ વર્ષ ચાલે તેમ છે. બોરિવલી , દહાણુ રોડ, નંદુરબાર, ઉધના તથા બાન્દ્રા રેલવે સ્ટેશન પર કુલર પ્રાયોગિક ધોરણે અમલમાં મૂકાઇ ચૂક્યાં છેઅલ્હાબાદ ડિવિઝને બેલ સિસ્ટમ વિકસાવી છે. પ્લેટફોર્મ પર ઉતરેલા પ્રવાસીઓને ટ્રેન ઉપડી રહી હોવાની જાણ બે મિનિટ પહેલાં બેલ વોર્નિંગ દ્વારા આપી દેવાશે. મતલબ કે પાણી ભરવા કે નાસ્તો લેવા પ્લેટફોર્મ પર ઉતર્યા ને ટ્રેન ઉપડી ગઇ એવા ટિપિકલ હિન્દી ફિલ્મોનાં દૃશ્યો હવે શક્ય નહીં બને. અલ્હાબાદ જંકશનમાં પ્લેટફોર્મ નંબર વન પર સિસ્ટમ અત્યારે અમલી છે.

          અલ્હાબાદ ડિવિઝને એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ વિકસાવી છે. તે સ્ટેશન પર તે સ્થાપિત થઇ ચૂકી છે. ટ્રેનોના કોચમાં રિયલ ટાઇમસીસીટીવી મોનિટરિંગ થશે. હાલ હમસફર ટ્રેનોમાં સીસી ટીવી છે પરંતુ તેનું રિયલ ટાઇમ મોનિટરિંગ થતું નથી. નોર્થ સેન્ટ્રલ રેલવેએ રિયલ ટાઇમ મોનિટરિંગની સિસ્ટમમ વિકસાવી છે અને તેના દ્વારા હમસફર ટ્રેનના ૧૮ કોચમાં જે તે ટાઇમે કોચની અંદરની સ્થિતિનું સ્થિતિનું રિયલ ટાઇમ ફૂટેજ જોઇ શકાય છે. ગાર્ડની કેબિનમાં સીસીટીવી ડિસ્પ્લે અને રેકોર્ડિંગ યુનિટ મૂકવામાં આવ્યું છે. તેના કારણે કોચમાં ચોરી જેવા ગુન્હા ઉપરાંત પ્રવાસીઓને અન્ય અસુવિધા ટાળી શકાશે.

(9:44 pm IST)