Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

શેરબજારમાં ૧૧૧૦ કંપનીના શેર વધ્યા, ૧૫૪૩ના પટકાયા

ખૂલતા બજારે તેજીનો માહોલ જામ્યો : સેન્સેક્સ ૯૯.૩૬ અંક વધીને ૩૬૬૯૩.૬૯ ઉપર બંધ નિફ્ટી ૩૪.૬૫ અંકના વધીને ૧૦,૮૦૨.૭૦ પર બંધ

મુંબઈ, તા. ૧૩ : શેરબજારમાં દિવસના અંતે પણ ઉછાફ્રો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ  ૯૯.૩૬ અંક એટલે કે .૨૭% ટકા વધીને ૩૬,૬૯૩.૬૯ પર બંધ રહ્યો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના ૫૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી  ૩૪.૬૫ પોઈન્ટના વધારા સાથે એટલે કે .૩૨% ટકા વધીને ૧૦,૮૦૨.૭૦ પર બંધ રહી છે. આજે માર્કેટમાં આઇટી, એફએમસીજી, ઉર્જા જેવા સેગ્મેન્ટના શેરના ઉછાળા સાથે શેરબજારમાં તેજી જોવા મળી હતી. લગભગ ૧૧૧૦ કંપનીના શેર વધ્યા હતા. તથા ૧૫૪૩ કંપનીના શેર પટકાયા હતા. તેમજ ૧૭૫ કંપનીના શેર સ્થાઇ રહ્યાં હતા. નિફ્ટીમા ટેક મહિન્દ્રા, હિંડાલ્તો ઇન્ડસ્ટ્રીઝ, એચસીએલ ટેકનોલોજી, જેએસડબલ્યુ સ્ટીલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં તેજી જોવા મળી હતી.

            તથા પાવર ગ્રિડ, એચડીએફસી બેંક, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંકમાં નરમાશ જોવા મળી હતી. બેંકોને બાદ કરતા અન્ય સેન્ટરમાં ઇન્ડેક્સ લીલા નિશાન સાથે બંધ થયો હતો. બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંક સપાટ થઇ બંધ થયા. તેમજ શેરબજારમાં આજે ખુલતાની સાથે શાનદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીની રૂઆત જોરદાર તેજી સાથે થઈ હતી. સેન્સેક્સમાં ૩૬૦ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. દિગ્ગજ શેરોની સાથે સાથે મિડકેપ શેરોએ પણ જોર પકડ્યું હતુ.

(7:32 pm IST)