Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

રાજસ્થાનમાં ઘીના ઠામમાં ઘી સચિન પાયલોટના બળવાનું સૂરસુરિયું

રાજસ્થાનમાં ગહેલોત સરકારને ઊથલાવવાનો પ્રયાસ નિષ્ફળ : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના સમર્થનમાં બહુમતી ધારાસભ્યો નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટને દરવાજો દેખાડાય તેવી શક્યતાઓ

જયપુર, તા. ૧૩ : રાજસ્થાનમાં ઘીના ઠામમાં ઘી પડ્યું રહ્યું છે. અશોક ગેહલોતની બે વર્ષ જૂની સરકારને સચિન પાયલોટને હાથો બનાવીને ઉથલાવવાનો પ્રયાસ સફળ રહ્યો નથી. બહુમતી માટે જોઈતા હોય તેના કરતાં વધુ એટલેક ૧૦૪ ધારાસભ્યોએ સોમવારે ગેહલોત સાથે મિટિંગ કરી હતી. સચિન સાથે બેક્ ત્રણ ધારાસભ્યો હોવાનું કહેવાય છે. આમ, ગેહલોત સરકાર હાલં પૂરતું પતનમાંથી ઉગરી ગઈ છે. બીજી તરફ, સચિન પાયલોટે જાહેર કર્યું છે કે તે ભાજપના જોડાશે નહીં. જોકે, સચિને કોંગ્રેસ સામેની નારાજગી પણ જારી રાખી છે. મજાની વાત છે કે પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મનામણી પછી પણ સચિન માન્યા નથી. બીજી તરફ, એક સમીકરણ પ્રમાણે સચિનને પ્રદેશ પ્રમુખની જવાબદારી સહિતનો શિરપાવ આપીને ગેહલોત સાથે સમાધાન કરાવાય તેવું પણ કહેવાય છે. અગાઉ એવું કહેવાતું હતું કે, સચિન પાયલોટની પાસે કેટલાક ધારાસભ્યોનું સમર્થન છે અને તેઓ ભાજપના નેતાઓની સાથે સંપર્કમાં છે.

               ત્યારબાદથી એવી અટકળો લાગી રહી હતી કે તેઓ  જ્યોતિરાદિત્ય સિંધિયાના પગલે ભાજપમાં સામેલ થઈ શકે છે. જો કે હવે સચિન પાયલોટે તમામ અટકળો પર વિરામ લગાવી દીધું છે. તેમણે સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે તેઓ ભાજપમાં સામેલ થશે નહીંદિલ્હીનાં અન્ય સૂત્રોએ જોકે, એમ પણ કહ્યું છે કે સચિનને તેની ગુસ્તાખી બદલ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવી શકે છે. કોંગ્રેસમાંથી તેને બહાર કરવાની તૈયારીના ભાગરૂપે હેડક્વાર્ટર ખાતે લાગેલાં તેનાં પોસ્ટરો પણ હટાવી લેવાયાં છે. કોંગ્રેસના મહાસચિવ પીએલ પુનિયાએ દિલ્હીમાં કહ્યુંકે,'સચિન હવે ભાજપના થઈ ગયા છે. દરેકને ખબર છે કે કોંગ્રેસની ચૂંટેલી સરકારો પ્રત્યે ભાજપનું વલણ કેવું છે. અમારે ભાજપ પાસેથી કોઈ સર્ટિફિકેટની રૂ નથી. કોંગ્રેસમાં તમામ નેતાઓ અને કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવે છેલ્લ સાથે જયપુરમાં કોંગ્રેસ મુખ્યાલયમાં પાયલટના પોસ્ટર હટાવી દેવાયા છે. કેટલાંક સૂત્રોના જણાવ્યા અનુસાર સચિન તેમના સાથીઓ સાથે નવી પાર્ટી બનાવી શકે છે. પાયલટ  નવી પાર્ટીની જાહેરાત પણ કરી શકે છે. જેનું નામ 'પ્રગતિશીલ કોંગ્રેસલ્લહોવાની ચર્ચા ચાલી રહી છે.

(7:30 pm IST)