Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

લોકડાઉન દરમિયાન રશિયામાં ફસાયેલા ભારતના 480 મેડિકલ સ્ટુડન્ટ્સ હેમખેમ પરત : આજ સોમવારે ચાર્ટર વિમાન દ્વારા મુંબઈ આવી પહોંચ્યા

મુંબઈ : લોકડાઉન દરમિયાન રશિયામાં ફસાયેલા ભારતના 480 મેડિકલ સ્ટુડન્ટ્સ હેમખેમ પરત આવી ગયા છે. આજ સોમવારે ચાર્ટર વિમાન દ્વારા મુંબઈ આવી પહોંચ્યા બાદ તેઓએ વતનમાં પરત આવવામાં મદદરૂપ થનાર મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરેનો આભાર માન્યો હતો.
           આ મેડિકલ સ્ટુડન્ટ્સે મહારાષ્ટ્ર્ના સાંસદ અરવિંદ સાવંતને મદદરૂપ થવા વિનંતી કરી હતી.જેમણે કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરેનો સંપર્ક કરવા જણાવ્યું હતું જેના અનુસંધાને તેઓએ આદિત્ય ઠાકરેનો સંપર્ક કર્યો હતો.જેમણે વિદેશ મંત્રાલય તેમજ ભારતીય દૂતાવાસ સાથે સંપર્ક કરી સ્ટુડન્ટ્સને પરત ફરવા માટે વ્યવસ્થા કરી આપી હતી.
ટિકિટ ખર્ચ પેટે દરેક સ્ટુડન્ટે  400 ડોલર એટલેકે લગભગ 30 હજાર રૂપિયાનો ખર્ચ ભોગવ્યો હતો.

(7:11 pm IST)