Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

રાજસ્થાનઃ સચિન પાયલટ ભાજપમાં નહીં જોડાયઃ 'કોંગ્રેસ પ્રગતિશીલ પાર્ટી' નામે નવી પાર્ટી બનાવી શકે છે

સચિન પાયલટે ભાજપમાં જોડાવા મામલે ચાલતી અટકળો પર પ્રતિક્રિયા આપી છે

જયપુર, તા.૧૩: રાજસ્થાનના રાજકીય સંકટ સમાંયતરે નવા નવા વળાંક લાવી રહ્યો છે. પહેલા સુત્રોએ દાવો કર્યો કે સચિન પાયલટની પાસે અનેક વિધાયકોનું સમર્થન છે અને તે તમામ ભાજપના નેતાઓના સંપર્કમાં છે. હવે સચિન પાયલટે ભાજપમાં જોડાવા મામલે ચાલતી અટકળો પર પ્રતિક્રિયા આપી છે. સુત્રોના જણાવ્યા મુજબ પાયલટે સાફ કર્યું છે કે તે ભાજપમાં નહીં જોડાય, પણ હવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે કે સચિન કોંગ્રેસ છોડીને બીજી પાર્ટી બનાવી શકે છે. જેનું નામ પ્રગતિશીલ કોંગ્રેસ હશે.

રાજસ્થાનમાં સત્તારૂઢ કોંગ્રેસેની અંદર વિવાદ શરૂ થઇ ગયો છે. આ વચ્ચે ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટે રવિવારે પાર્ટીથી બળવો કરવાના સંકેત આપતા દાવો કર્યો છે કે તેમની સાથે ૩૦થી વધુ વિધાયક છે. અને અશોક ગહલોત સરકાર અલ્પમતમાં આવી ચૂકી છે.

કોંગ્રેસના સુત્રોનું કહેવું છે કે સચિન પાયલટે હાઇ કમાન્ડ આગળ પોતાની કેટલીક માંગણીઓ રાખી છે. જે પછી તેમણે મેસેજ મોકલવામાં આવ્યો હતો કે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીમાં આસ્થા રાખી તેમના નિર્ણયને સ્વીકારવો જોઇએ. જો કે પાયલટે તેવું કરવાની ના પાડી.

સમગ્ર મામલે સીએમ ગહલોતે રાતે ૯ વાગે વિધાયકોની સાથે બેઠક કરી. તે પછી ગહલોત સમર્થક વિધાયકનો દાવો છે છે કે તેમના વિધાયકો જીતી જશે.

વાયરસઅને વધુ વિધાયકો અમે ભાજપથી લઇ આવીશું. વધુમાં રાજસ્થાનના કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડેએ કહ્યું કે તેમણે પાયલટથી વાત કરવાનો પ્રયાસ કર્યો, મેસેજ પણ કર્યો પણ તેમણે જવાબ ન આપ્યો. તે પાર્ટીથી ઉપર તો નથી જ.

પાયલટના દાવાથી વિપરીત કોંગ્રેસનું કહેવું છે કે ગહલોત સરકાર પૂરી રીતે સુરક્ષિત છે. અને તે પોતાનો પૂરો કાર્યકાળ પૂરો કરશે.

પાર્ટીના ઉચ્ચ પદસ્થ સુત્રો મુજબ સોમવારે વિધાયક દળની બેઠકમાં સ્પષ્ટ થશે કે કોંગ્રેસની સરકાર બહુમતમાં છે કે નહીં. બીજી તરફ કોંગ્રેસ હાઇકમાન્ડ પણ રાજસ્થાનમાં આવેલા આ રાજકીય સંકટને શાંત કરવા માટે અજય માકન અને રણદીપ સુરજેવાલા જેવા વરિષ્ઠ નેતાઓને જયપુર મોકલ્યા છે.(૨૩.૧૪)

સચીન પાયલોટની રાજકીય કારકીર્દી

કોંગ્રેસે ૧૭ વર્ષમાં અનેક હોદા આપ્યા

૨૦૦૩: કોંગ્રેસમાં પ્રવેશ

૨૦૦૪: સાંસદ ચૂંટાયા

૨૦૦૯: કેન્દ્રિય પ્રધાન

૨૦૧૩: પ્રદેશ પ્રમુખ

૨૦૧૭: નાયબ મુ.મંત્રી

(3:52 pm IST)