Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

કોરનાના કારણે ૭૭ ટકા કંપનીઓના રેવન્યુમાં નોંધાયો ઘટાડોઃ રિપોર્ટ

નવી દિલ્હી, તા.૧૩: કોરોનાની મહામારીને કારણે પરિણામ રૂપ લગભગ ૭૭ ટકા કંપનોના રેવન્યુમાં ઘટાડો નોંધાયો છે.આ જાણકારી હાલના એક વૈશ્વિક સર્વેક્ષણાં સામે આવી છે.૭૨૦ ટ્રાન્ફોર્મ ઓફ દુબઇ, પ્રોફેસી એફજેએલએલસી-મિડલ ઇસ્ટ અને ભારત સ્થિત ઇનસાઇટ્સ૩ ડી દ્વારા સંયુકત રૂપે કરવામાં આવેલા સર્વેમાં માહિતી મુજબ ભારત અને મધ્યપુર્વમાં સ્થિત લગભગ સાત ટકા કંપનીઓએ રેવન્યુમાં વૃધ્ધી હાસીલ કરી છે,જયારે ૧૬ ટકા અપ્રભાવિત સ્થિતીમાં છે.આ સર્વેમાં લગભગ ૨૮૨ કાર્યકારીઓ સાથે વાતચીત કરવામાં આવી જેમાં બધા ઉદ્યોગોના સીઇઓ અને એમડી સામીલ હતા

જે કંપનીઓ પર નકારાત્મક અસર પડી છે અને આવકમાં ઘટાડો નોંધાયો છે, તેમા ૩૦ ટકા કંપનીના રેવન્યુમાં ૫૦ ટકા જેટલા ઘટાડો નોંધાયો છે. જયારે અન્ય ૩૦ ટકા કંપનીઓમાં ૩૦થી ૫૦ ટકાને રેવન્યુ ફટકો પડ્યો છે. રિપોર્ટમાં જાણવા મળ્યુ છે કે સર્વેમાં સામીલ લગભગ ૩૦ ટકા કંપનીઓ હવે આકરા નિર્ણયો લેવા પડશે,જેવા કે ઉચ્ચસ્તરમાં નિયુકિતકરણ, વેચવુ કે પછી વિલય કરવો આવી પરિસ્થિતી સર્જાવા પામી છે.

રિપોર્ટ પર ટિપ્પણી કરતા પ્રોફેસી એફજેએલએલસીના રાજા મારુસે કર્યુ કે 'અમારૂ માનવુ છે કે નવી સામાન્ય સ્થિતિની પરિકલ્પના કરવામાં આવી રહી છે,જે આ સર્વેની સાચુ સાબિત કરે છે.આ ઉપરાંત સંગઠનો પર પડનાર આપુર્તિ શૃંખલાના વૈશ્વિક એકીકરણના માળખા અને સ્તરની દ્રષ્ટીએ અલગ અલગ છે.

(3:48 pm IST)