Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

દિલ્હીના વકિલો સંકટમાં: નરેન્દ્રભાઈને પત્ર પાઠવી ૫૦૦ કરોડ સહાય આપવા માંગણી

દિલ્હી-એનસીઆરમાં ૧ લાખથી વધુ વકિલો છે, જેઓની આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ છે

નવીદિલ્હીઃ કોવિડ- ૧૯ના લીધે કોર્ટ બંધ થતા વકીલો સંકટમાં આવી ગયા છે અને બાર કાઉન્સીલ ઓફ દિલ્હીને પીએમ મોદીને પત્ર પાઠવી પીએમ કેર ફંડમાંર્થી વકિલોને ૫૦૦ કરોડ આપવા સહાયની માંગણી કરી છે.

બાર કાઉન્સીલ ઓફ દિલ્હીના ચેરમેનશ્રીએ પત્ર પાઠવી જણાવ્યું કે દિલ્હી અને એનસીઆરમાં ૧લાખથી વધુ વકિલો છે. કોરોનાની મહામારીના પગલે આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ છે.

હાલમાં કોર્ટ બંધ છે અને ઘરથી પણ બહાર નિકળી શકતા નથી. વકિલો નિઃસહાય બની ગયા છે. જેથી વકિલોના ઘરની આર્થિક સ્થિતિ નબળી પડી રહી છે. ૪ મહિનાથી વકિલો ઘરમાં જ છે. કોઈ કામ ધંધો નથી. બાર કાઉન્સીલ ઓફ દિલ્હી દ્વારા ૮ કરોડની સહાય કરવામાં આવી છે. પરંતુ હજુ અનેક વકિલોને સહાયની જરૂર છે.

(3:47 pm IST)