Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

બીએસએફ જવાનની પાકિસ્તાનની જાસૂસી બદલ ધરપકડ

જમ્મુ, તા.૧૩: જમ્મુ ડિવિઝનમાં બીએસએફના એક જવાનને પાકિસ્તાનની જાસૂસી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી એક પિસ્તોલ, ૮૦ કારતૂસ અને ત્રણ મોબાઇલ મળી આવ્યા છે. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપી જવાન જમ્મુની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર પોસ્ટ કરાયો હતો. સરહદ સુરક્ષા દળના જવાન સુમિત કુમારજની  જમ્મુ વિભાગના સામ્બા જિલ્લાના મંગુ ચક્ક વિસ્તારથી ધરપકડ કરવામાં આવી છે. તે પંજાબના ગુરદાસપુરનો છે. બોર્ડર સિકયુરિટી ફોર્સની ૧૭૩ બટાલિયનના આ જવાનની ૧૨ બોર રાઉન્ડ ગન, ૨ મેગેઝિન, ત્રણ મોબાઈલ ફોન અને કેટલાક સીમ મળી આવ્યા હતા. બોર્ડર સિકયુરિટી ફોર્સના ડીઆઈજી અખિલેશ્વરસિંહે પણ જવાનની ધરપકડની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે અમે હાલમાં ડિટેકટીવ એંગલ વિશે કંઇ કહી શકીએ નહીં.

બીજી તરફ સૂત્રો કહે છે કે સૈનિકો ઇન્ટરનેટ કોલિંગ દ્વારા સરહદ વિરોધી તત્વો સાથે સતત સંપર્કમાં હતા  જવાન, પોસ્ટમાં પોતાની પોસ્ટિંગ દરમિયાન, સરહદ પારથી રાષ્ટ્ર વિરોધી તત્વો દ્વારા લાવવામાં આવેલા શસ્ત્રો અને માદક ચીજો તેના કબજામાં છુપાવતો હતો. તે પછી, તેને તક મળી કે તરત જ આ સામગ્રી આગળ  પંજાબ મોકલવામાં આવતી. આ વિશે પંજાબ પોલીસને એક મજબૂત માહિતી મળી હતી.

(2:55 pm IST)