Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

અમેરીકા ઉપર ચીનનો ભયાનક જાસુસી ખતરોઃ દર ૧૦ કલાકે જાસુસી અંગેનો કેસ નોંધાય છે

અમેરીકામાં ચીનાઓ પ્રત્યેક બાબતને ''ટારગેટ'' કરી રહયા છેઃ ખતરનાક સ્થિતિ એફબીઆઇ ડીરેકટર

વોશીગ્ટનઃ ચીન સંબધીત કાઉન્ટર-ઇન્ટેલીજન્સને લગતા પ્રત્યેક ૧૦ કલાકે  એક નવો કેસ નોંધાઇ રહયાનું અમેરીકાની જાસુસી સંસ્થા ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશને જણાવ્યુ છે. એફબીઆઇ એકટીવ કાઉન્ટર-ઇન્ટેલીજન્સના ૫૦૦૦ કેસોમાંથી ૫૦  ટકા ચીનને સંબધીત હોય છે. એફબીઆઇના ડીરેકટરે કહ્યું છે કે આ બાબત અતી ચિંતાજનક છેે, ચીનાઓ અમેરીકામાં પ્રત્યેક બાબતને ટારગેટ કરી રહયા છે.

(2:53 pm IST)