Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

સાઉથ આફ્રિકામાં શરૂ કરાયેલા ' મહાત્મા ગાંધી કોમ્પ્યુટર સેન્ટર ' માં ચોરી : ચોકીદારને બંધક બનાવી ઉઠાવગીરો 20 કોમ્પ્યુટર ઉપાડી ગયા

જોહાનિસબર્ગ : સાઉથ આફ્રિકામાં 2017 ની સાલથી શરૂ કરાયેલા ' મહાત્મા ગાંધી ઈન્સ્ટુટિટ્યુશન ઓફ કોમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી  સેન્ટર ' માં ચોરી થઇ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત મુજબ ચોકીદારને બંધક બનાવી વાહન લઈને આવેલા ઉઠાવગીરો 20 કોમ્પ્યુટર ઉપાડી ગયા છે.
આ અંગે મહાત્મા ગાંધીના પ્રપૌત્ર કિદાર રામગોવિંદએ જણાવ્યું હતું કે આ સેન્ટરમાં ચોરી થવાની આ સૌપ્રથમ ઘટના છે.સદનસીબે કોઈ જાનહાની થઇ નથી.
આ સેન્ટરમાં ગરીબ બાળકો વિનામૂલ્યે અથવા તો મામૂલી ફી ભરી કોમ્પ્યુટર શિક્ષણ મેળવતા હતું.અત્યાર સુધીમાં 4 હજાર જેટલા બાળકો ટ્રેનિંગ લઇ ચુક્યા છે.અને પગભર પણ થવા લાગ્યા છે.

(1:07 pm IST)