Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

રાજસ્થાન કટોકટીઃ ૧૦ મુખ્ય મુદા

(૧) રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ભાજપ પર ધારાસભ્યોને પક્ષ બદલવા માટે લાંચ આપીને કોંગ્રેસની સરકાર ગબડવાનો આરોપ લગાવ્યો હતો.ઙ્ગ અશોક ગેહલોતે કહ્યું કે રાજસ્થાનમાં ભાજપના નેતાઓએ 'બેશરમીની હદ વટાવી દીધી છે અને મધ્યપ્રદેશમાં ભગવા પક્ષએ જે કર્યું તે રાજસ્થાનમાં કરવા પ્રયાસ કરી રહ્યા છે.આ પહેલા ગેહલોટ સરકાર ઉથલાવવા ૨૦૦૦ કરોડ રૂપિયા કાવતરાની પોલીસ ફરિયાદ પણ થઈ ચૂકી છે.

(૨) અશોક ગેહલોતે આરોપ લગાવ્યો હતો કે વિપક્ષી નેતા ગુલાબચંદ કટારિયા, વિપક્ષના ઉપ-નેતા રાજેન્દ્ર રાઠોડ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સતિષ પૂનીયા તેમની પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વનો એજન્ડા અમલમાં મૂકી રહ્યા છે.

(૩) ભાજપે ગેહલોતને ખરીદ-વેચાણ અંગેનો આક્ષેપ સાબિત કરવા અથવા રાજકારણ છોડવાનું કહ્યું હતું અને દાવો કર્યો હતો કે તેઓ વિપક્ષી પાર્ટીને નિશાન બનાવી રહ્યા છે કારણ કે તેઓ ખુદ તેમના કોંગ્રેસ પક્ષમાં ચાલી રહેલા આંતરિક ઝઘડાને રોકવામાં અસમર્થ છે.

(૪) બાદમાં રાત્રે અશોક ગેહલોતે તેમના નિવાસ સ્થાને કેબિનેટની બેઠક બોલાવી અને રાજયમાં સર્જાયેલ રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. જેમાં નાયબ મુખ્ય મંત્રી સચિન પાયલોટ હાજર રહયા ન હતા.

(૫) કોંગ્રેસની આગેવાનીવાળી રાજસ્થાન સરકારને સત્તામાંથી હટાવવાના ભાજપના કથિત પ્રયાસો અંગે રાજકીય ગરબળો ચાલુ હોવાથી, અશોક ગેહલોતના વફાદારોએ કહ્યું કે સચિન પાયલોટ ભગવા પક્ષ સાથે ચર્ચા કરી રહ્યા છે.

(૬) રાજસ્થાનના બનાવો અંગે  સચિન પાયલોટ રાહુલ ગાંધીને ન મળ્યા.

(૭) ે રવિવારે સવારે સચિન પાયલોટ તેના સમર્થક ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચ્યા હતા. પાયલોટ કેમ્પના સૂત્રોએ પુષ્ટિ આપી છે કે આજે જે.પી.નડ્ડાની હાજરીમાં સચિન પાયલોટ ભાજપમાં જોડાઈ જશે. તેવી પૂરી શકયતા છે.

(૮) સચિન પાયલોટના વફાદારોએ આરોપ લગાવ્યો છે કે અશોક ગેહલોત નાયબ મુખ્ય પ્રધાનને પીસીસી અધ્યક્ષ પદથી હટાવવા માગે છે. તેઓએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે સચિન પાયલોટને બદનામ કરવા માટે અશોક ગેહલોત કેમ્પ મશગુલ છે.

(૯) સૂત્રોએ જણાવ્યું હતું કે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારને સત્તામાંથી ઉથલાવવાના કથિત પ્રયાસોના સંદર્ભમાં સચિન પાયલોટને રાજસ્થાન પોલીસે નિવેદન નોંધવા આપેલ નોટિસે પણ આ બંને નેતાઓ વચ્ચેનો ઝઘડો અને અણબનાવ વધાર્યો છે. સચિન પાયલોટના વફાદારોએ કહ્યું છે કે, રાજસ્થાન પોલીસના એસઓજી મેમોથી તકરાર વધી છે. સચિન પાયલોટને પૂછપરછ માટેનો એસઓજી પોલીસનો પત્ર અમને સ્વીકાર્ય નથી.

(૧૦) રાજસ્થાનના કોંગી મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ગઈરાત સુધીમાં જયપુર પહોંચવા જણાવ્યું છે. તેમણે આજે ધારાસભ્યોની એક બેઠક બોલાવી છે.

રાજસ્થાન વિધાનસભામાં ૨૦૦ બેઠકો છે, જેમાંથી કોંગ્રેસ પાસે ૧૦૭ ધારાસભ્યો છે અને રાષ્ટ્રીય લોક દળ, સીપીઆઈ (એમ) અને ભારતીય આદિજાતિ પાર્ટી (બીટીપી) જેવા અન્ય પક્ષોના ધારાસભ્યોનો ટેકો ધરાવે છે. આ દરમિયાન ભાજપ પાસે ૭૨ ધારાસભ્યો છે. સત્તાપાલતા માટે ભાજપને ૨૯ ધારાસભ્યોની જરૂર છે. સચિન પાયલોટ પાસે ૨૭ કોંગી ધરાસભ્યોનું અને ૩ અપક્ષોનું સમર્થન હોવાનું કહેવાય છે. જે તમામ દિલ્હીમાં હોવાની પણ એક વાત આવી છે. દરમિયાન પાયલોટ કેમ્પના ૩ ધારાસભ્યો જયપુર પાછા ફર્યાની પણ વાત આવે છે. આજનો દિવસ રાજસ્થાન માટે નિર્ણાયક રહેશે. પાયલોટ માને છે કે ભાજપમાં જોડાશે?

(12:55 pm IST)