Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

પાકિસ્તાનથી મોટુ દુશ્મન ચીન : આર્થિક બાબતે મોદી કોઇની સલાહ નથી સાંભળતા

એનસીપી સુપ્રિમો શરદ પવારનો સામનામાં ઇન્ટરવ્યુ : નરસિંમ્હારાવ-મનમોહનસિંહ સરકારે આર્થિક સંકટમાં દેશને સંભાળી સ્થિતિ સુધારેલ

મુંબઇઃ એનસીપી સુપ્રિમો શરદ પવારે ભારત માટે પાકિસ્તાનથી મોટો દુશ્મન ચીનને ગણાવ્યો છે. તેમણે જણાવેલ કે ચીન લાંબા સમયથી ભારતને નુકશાન પહોંચાડી રહ્યુ છે.

 તેમણે દેશની આર્થિક તકલીફ અંગે મોદી સરકાર ઉપર પણ નિશાન સાધતા જણાવેલ કે મોદી કોઇ આર્થિક વિશેષજ્ઞનું સાંભળતા નથી એટલે પરિણામ આવું જ આવે.

શિવસેના નેતા સંજય રાવતે સામનામાં આપેલ મુલાકાતના બીજા ભાગમાં પવારે ઉપરોકત નિવેદન કરેલ. ઉપરાંત તેમણે રક્ષા અને આર્થિક નિતિઓ અંગે પણ પોતાનું મંતવ્ય જણાવેલ. તેમણે મોદી ઉપર હલ્લાબોલ કરતા કહેલ કે તેઓ પોતાની રીતે વિચારે છે, જયારે અર્થવ્યવસ્થા  ખુબ જ અલગ ચીજ છે. આર્થિક સંકટના સમયમાં મોદી કોઇ સલાહ નથી સાંભળતા, કોઇની સલાહ નથી સાંભળતા.

પવારે જણાવેલ કે મનમોહનસિંહની સરકાર હતી ત્યારે પહેલી જ બેઠકમાં આર્થિક મુદે ચર્ચા થયેલ અને તેમણે ધીરે-ધીરે સ્થિતી સુધારેલ. પૂર્વ વડાપ્રધાન નરસિંમ્હા રાવ પણ આર્થિક મુદે જાણકાર હતા. આ બંને સરકારોના સમયે દેશ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો હતો, પણ સાવધાનીથી સંભાળીને તેમણે સંકટનું સમાધાન કરેલ.

(2:55 pm IST)