Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

રાજકોટમાં છેલ્લા ૨૦ કલાકમાં વધુ ૧૮ કેસ નોંધાયા

૧૮ કેસ પૈકી ૧૦ યુવકો કોરોનાની ઝપટમાં : માત્ર ૪ દિ'માં ૧૦૦ કેસ : શહેરનો કુલ આંક ૪૧૪ એ પહોંચ્યો : રાજકોટ શહેરમાં આજે ૧૮ કેસ : હાઇરાઇઝ બિલ્ડીંગ, લક્ષ્મીવાડી, અજંતા એપાર્ટમેન્ટ, કેવડાવાડી, શાંતિ એપાર્ટમેન્ટ, ઓમ મહલ, કોઠી કમ્પાઉન્ડ, ગોપાલનગર મેઇન રોડ, હુડકો કવાર્ટર, આસ્થા રેસીડેન્સી, યોગીરાજ એપાર્ટમેન્ટ, વર્ધમાનનગર, નારેશ્વર સોસાયટી, વિરાટનગર, પંચરત્ન પાર્ક, ઘનશ્યામનગર તથા આર્યલેન્ડ વિસ્તારમાં નોંધાયા છે

રાજકોટ તા. ૧૩ : શહેરમાં કોરોના કેસો કુદકે ને ભુસકે વધી રહ્યા છે. ગઇકાલે ૨૭ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ છેલ્લા ૨૦ કલાકમાં શહેરના વિવિધ વિસ્તારમાં ડોકટર સહિત ૧૧ પુરૂષ અને ૭ મહિલા સહિત નવા કુલ ૧૮ કેસ નોંધાતા શહેરનો કુલ આંક ૪૧૪ એ પહોંચ્યો છે. માત્ર ૪ દિ'માં ૧૦૦ કેસ શહેરમાં નોંધાયા છે.

જેમાં મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરમાં તા. ૧૨ જુલાઇ સાંજે ૫ વાગ્યાથી આજે તા. ૧૩ જુલાઇના રોજ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૧૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ છે. જેની વિગત આ મુજબ છે. (૧) ડો. કૃપાલ નવિન અગ્રાવત (૩૦) હાઈ રાઈઝ બિલ્ડીંગ, જામનગર રોડ,  (૨) ભાનુબેન નરોતમ વૈદય (૭૫) લક્ષ્મીવાડી, (૩) ભાવનાબેન પ્રવીણભાઈ ખાંટ (૫૩) એ-૭, અજન્તા એપાર્ટમેન્ટ, ગંગોત્રી ડેરી પાસે, સાધુવાસવાણી રોડ,  (૪) હેતલ રાચ્છ (૧૭) ધર્મભાવ, ૭-કેવડાવાડી, ભકિતનગર, (૫) તુષાર ગણાત્રા (૩૧) શાંતિ એપાર્ટમેન્ટ, બીજો માળ, ૧૪-મનહર પ્લોટ,  (૬) અક્ષય સિદ્ઘરાજ ધાંધલ (૩૦) ઓમ મહલ, ડો. રાધાકૃષ્ણ રોડ, મોટી ટાંકી ચોક,  (૭) મુકેશકુમાર બી. રાઠોડ (૩૭) બ્લોક નં. ૧૧૨/બી, કોઠી કમ્પાઉન્ડ, જંકશન પ્લોટ, જામનગર રોડ,  (૮) રાજેશભાઈ મુળદાસભાઈ રાઠોડ (૪૮) ગૌતમનગર મેઈન રોડ, મોદિ સ્કુલ પાસે, નાના મૌવા રોડ, (૯) સંદિપભાઈ એમ. નાથવાણી (૩૫) રવિ રાંદલ કૃપા, હુડકો કવાર્ટર સી/૮૯, ફાયર બ્રિગેડ પાસે, કોઠારીયા મેઈન રોડ, (૧૦) હંસરાજભાઈ કાનજીભાઈ મણવર (૭૦) આસ્થા રેસીડેન્સી, ફલેટ નં. ૧૫, ૧૫૦ ફુટ રીંગ રોડ, મવડી, (૧૧) સરોજબેન ભટ્ટ (૫૬) યોગીરાજ એપાર્ટમેન્ટ, એ-૫, શિવ પાર્ક શેરી નં. ૧, નિર્મલા રોડ, (૧૨) કુસુમ પરેશ બારભાયા (૫૦) વર્ધમાનનગર, (૧૩) વાળા અજય ગીરધર (૩૬) (૧૪) વાળા જયદિપ ચંદ્રકાંત (૩૧) નારેશ્વર સોસાયટી શેરી નં. ૫, પીપળીયા હોલ પાસે, (૧૫) દિપાબેન ગીરીશ ચૌહાણ (૨૧) વિરાટનગર શેરી નં. ૫, નાલંદા સ્કુલ પાસે, (૧૬) રઘુવીર પિયુષભાઈ પીતળાબોય (૨૦) વિનાયક-૧, પંચરત્ન પાર્ક, પંચવટી કોમ્યુનીટી હોલ પાછળ, વલ્લભભાઈ પટેલ માર્ગ,  (૧૭) કિરીટકુમાર હરીશભાઈ ભટ્ટ (૫૭) પાર્થ-૪૭, ૧-ઘનશ્યામનગર, જયોતિનગર પાછળ, કાલાવાડ રોડ,  (૧૮) નીલાબેન ચંદ્રકાંત વોરા (૬૫) ફલેટ નં. ૩૦૨/બી, આર્યલેન્ડ એપાર્ટમેન્ટ, જીવરાજ પાર્ક પાસેનો સમાવેશ થાય છે.

(3:08 pm IST)