Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

છેલ્લા બે દિવસમાં કેન્દ્રીય કોંગ્રેસ નેતૃત્વ દ્વારા સચિન પાયલટ સાથે અનેકવાર વાત ચીત થઇ : સુરજેવાલા

વ્યક્તિગત પ્રતિસ્પર્ધા દ્વારા સરકારને નબળી પાડવી એ યોગ્ય નથી.

જયપુર : કેન્દ્રીય નેતૃત્વ તરફથી જયપુર મોકલવામાં આવેલ રણદીપ સુરજેવાલાએ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સમરાંગણને લઈને પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું છે કે છેલ્લા બે દિવસમાં કેન્દ્રીય કોંગ્રેસ નેતૃત્વ દ્વારા અનેકવાર સચિન પાયલટ સાથે વાત કરવામાં આવી છે.

  વધુમાં સુરજેવાલાએ જણાવ્યું છે કે રાજસ્થાન સરકાર જનતાની સેવા માટે કામ કરે છે અને કરતી રહેશે, તેમને તમામ વિધાયકોને અપીલ કરતા જણાવ્યું હતું, અમે તમામ ધારાસભ્યો અને નેતાઓને અપીલ છે કે તેઓ ધારાસભ્ય દળની બેઠકમાં સામેલ થાય અને કોંગ્રેસની સરકારને મજબૂત બનાવવા માટે કામ કરે.'

  રણદીપ સુરજેવાલાએ વધુમાં જણાવ્યું છે કે કયારેક ક્યારેક વૈચારિક મતભેદ ઉભા થાય છે. પરંતુ, તેને લઈને પોતાની જ સરકારને નબળી કરવી યોગ્ય નથી, જો કોઈ મતભેદ છે તો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં અમે તેનું સમાધાન કરીશું, વ્યક્તિગત પ્રતિસ્પર્ધા દ્વારા સરકારને નબળી પાડવી એ યોગ્ય નથી. કોંગ્રેસના નેતાએ આક્ષેપ કર્યો કે ભાજપ તરફથી દરેક વખતે તાપસ એજન્સીઓને આગળ કરવામાં આવે છે. આજે સવારે જ કોંગ્રેસના સાથીઓ પર આ જ રીતે દરોડા પાડવામાં આવ્યા અને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો

(12:32 pm IST)