Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

૨ લાખ કરોડના ખજાનાવાળા પદ્મનાભ મંદિર ઉપર શાહી પરિવારનું નિયંત્રણ

સુપ્રિમ કોર્ટનો ફેંસલો : કોર્ટે મેનેજમેન્ટ ત્રાવણકોર શાહી પરિવારના અધિકારને યોગ્ય ઠેરવ્યો : કોર્ટે કેરળ હાઇકોર્ટના ૩૧ જાન્યુ. ૨૦૧૧ના આદેશને રદ્દ કર્યો

નવી દિલ્હી તા. ૧૩ : સુપ્રીમ કોર્ટે કેરળના ઐતિહાસિક શ્રી પદ્મનાભસ્વામી મંદિરના વહીવટમાં ત્રાવણકોર રાજવી પરિવારની સત્તાને સમર્થન આપ્યું છે. મંદિરનો ખજાનો રાજવી પરિવારને સોંપવામાં આવ્યો છે. શ્રી પદ્મનાભસ્વામી મંદિરની બાબતોનું સંચાલન કરતી વહીવટી સમિતિની અધ્યક્ષતા તિરૂવનંતપુરમના જિલ્લા ન્યાયાધીશ કરશે.

મંદિરમાં આશરે ૯૦,૦૦૦ કરોડના કિંમતના સોના, ઝવેરાત અને મૂર્તિઓ શોધી કાઢવામાં આવી હતી. એવું કહેવાય છે કે મંદિરમાં ૯૦ હજાર કરોડ રૂપિયાનો ખજાનો છે. જેમાં સોના ઝવેરાતથી લઈ સોના જડતિ મૂર્તિઓ પણ છે. કોર્ટે કેરળ હાઈકોર્ટના ૩૧ જાન્યુઆરી, ૨૦૧૧ ના આદેશને રદ કર્યો હતો, જેણે રાજય સરકારને શ્રી પદ્મનાભસ્વામી મંદિર પર નિયંત્રણ મેળવવા ટ્રસ્ટની સ્થાપના કરવા જણાવ્યું હતું.

એવું માનવામાં આવે છે કે તે ભારતનું સૌથી ધનિક મંદિર છે. થોડા વર્ષો પહેલા આ મંદિર ચર્ચામાં આવ્યું હતું જયારે એક લાખ કરોડથી વધુનો ખજાનો ત્યાં મળી આવ્યો હતો, એવું કહેવામાં આવે છે કે આ ખજાનો ત્યાંના ભોંયરામાં બંધ છે. હવે આ મંદિર ફરી એકવાર ચર્ચામાં છે. વર્ષ ૨૦૧૬માં અહીંથી ૧૮૬ કરોડ રૂપિયાના સોનાની ચોરી પણ થઈ હતી.

એવું કહેવામાં આવે છે કે આ મંદિર ૧૦ મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. જો કે, કેટલાક સ્થળોએ આ મંદિર ૧૬ મી સદીનું હોવાનો ઉલ્લેખ છે. પરંતુ તે એકદમ સ્પષ્ટ છે કે ૧૭૫૦માં ત્રાવણકોર યોદ્વા માર્તન્ડ વર્માએ આસપાસના વિસ્તારો પર વિજય મેળવીને સંપત્ત્િ।માં વધારો કર્યો હતો.

ત્રાવણકોરના શાસકોએ શાસનને દૈવી સ્વીકડતિ આપવા માટે તેમનું રાજય ભગવાનને સમર્પિત કર્યું હતું. તેમણે ભગવાનને રાજા તરીકે જાહેર કર્યા. મંદિરમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ પણ મળી છે જે શાલીગ્રામ પથ્થરથી બનેલી છે.

(3:08 pm IST)