Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

બંગાળમાં ભાજપના સભ્યનો મૃતદેહ લટકતી હાલતમાં મળ્યો

મમતા સરકાર પર આરોપો, હત્યા થઈ હોવાનો દાવો : હેમતાબાદમાંથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દેબેન્દ્ર નાથ રેનો મૃતદેહ બિંદલમાં લટકતી હાલતમાં મળ્યોે

દિનાજપુર, તા. ૧૩ : પશ્ચિમ બંગાળના દિનાજપુરના એક માર્કેટમાં હેમતાબાદથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દેબેન્દ્ર નાથ રેનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ દાવો કરતા કહ્યું છે કે અમારા ધારાસભ્યની હત્યા કરવામાં આવી છે. બંગાળ ભાજપે પોતાના ટ્વીટર પરના લખણામાં દાવો કરતાં કહ્યું કે, ઉત્તરી દિનાજપુરની આરક્ષિત બેઠક હેમતાબાદમાંથી ભારતીય જનતા પાર્ટીના  ધારાસભ્ય દેબેન્દ્ર નાથ રેનો મૃતદેહ તેમના ગામની પાસે બિંદલમાં લટકતી હાલતમાં મળી આવ્યો છે. જેના પરથી સ્પષ્ટ રીતે ખ્યાલ આવી રહ્યો છે કે પહેલાં તેમની હત્યા કરવામાં આવી હશે અને બાદમાં તેમના મૃતદેહને લટકાવી દેવામાં આવ્યો છે.

          તેમનો ગુનો શું હતો? દેબેન્દ્રનાથ ૨૦૧૯માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. દેબેન્દ્રનાથનો મૃતદેહ સોમવારે બિંદલ ગામમાં તેમના ઘરથી લગભગ એક કિમી દૂર એક કરિયાણાની દુકાન સામે લટકતો મળ્યો હતો. તેમના પરિવારજનોનો પણ આરોપ છે કે હત્યા કર્યા પછી મૃતદેહને લટકાવી દેવામા આવ્યો છે. તેમણે કહ્યું કે રવિવારે રાત્રે લગભગ એક વાગ્યે અમુક લોકો મોટરસાઇકલ પર આવ્યા હતા. દેબેન્દ્રનાથ તેમની સાથે ગયા હતા અને તે પછી ઘટના બની હતી. દેબેન્દ્રનાથ ૨૦૧૬માં જીઝ્રમાટે રિઝર્વ હેમતાબાદ વિધાનસભા સીટ પર  સીપીએમની ટિકિટ પર જીત્યા હતા પરંતુ ગત વર્ષે લોકસભા ચૂંટણી બાદ ભાજપમાં સામેલ થઇ ગયા હતા. ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે મમતા બેનર્જીના રાજમાં ભાજપના નેતાઓની હત્યાઓનો સિલસિલોયથાવત છે. સીપીએમ છોડીને ભાજપમાં આવેલા હેમતાબાદના ધારાસભ્ય દેબેન્દ્રનાથ રોયની હત્યા કરવામા આવી. શું ભાજપમાં જોડાયા તેમનો ગુનો હતો.

(7:29 pm IST)