Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

અફઘાનિસ્તાનમાં ૭૦ટકા સાંસદોને કોરોના વળગ્યોઃ બેકાબૂ

ઘણાં સાજા પણ થઈ ગયાઃ અફઘાનિસ્તાનમાં ૧૦૦૦ મોતઃ અમેરિકામાં પણ ૨૮ રાજયોના ૭૫ સાંસદોને કોરોના વળગ્યો છે

કાબુલઃ કોરોના વાયરસનો કહેર દુનિયાના તમામ દેશોને પરેશાન કરી રહ્યો છે. અફઘાનિસ્તાનમાં પણ કોરોના વાયરસે પોતાની ઝપટમાં લીધો છે. અફઘાનિસ્તાનના ૬૦ થી ૭૦ ટકા સાંસદો તેના ઝપેટમાં આવ્યાં છે. ટોલો સંવાદ સમિતિએ શનિવારે સાંસદના માધ્યમથી આ જાણકારી આપી છે. હેરાત પ્રાંતની સાંસદ સિમિન બરકજઈના જણવ્યા પ્રમાણે દેશમાં દ્યણા નેતા કોરોના વાયરસની ઝપેટમાં આવ્યાં છે અને તેમાં મોટાભાગના સ્વસ્થ થઈ ગયા છે. તેમણે જણાવ્યું કે હજુ પણ કેટલાક નેતા આઈશોલેશન અને કવોરેન્ટાઈનમાં છે. તેમણે કહ્યું કે કવોરેન્ટાઈનમાં જે સાંસદ કે નેતા છે તે સ્વસ્થ થઈ ચુકયા છે અને જલ્દી જ સાંસદની કાર્યવાહીમાં ભાગ લેવા માટે પહોંચવા લાગશે. જો કે, અફઘાનિસ્તાનમાં આશરે ૧૦૦૦ લોકોના મોત નીપજી ચુકયાં છે.

૨૮ રાજયોના ૭૫ સાંસદો કોરોનાથી સંક્રમિત

તો અમેરિકાના ઉત્તરી કૈરોલિના રાજયમાં એક સેનેટરનું કહેવું છે કે, તે કોવિડ-૧૯થી સંક્રમિત થયા છે. રોબસન કાઉંટી રિપબ્લીકન, સેન ડૈની બ્રિટના જણાવ્યાં પ્રમાણે શુક્રાવારે તેમનો તપાસ રિપોર્ટ આવ્યો છે. તેમાં સંક્રમણની પુષ્ટી થઈ છે. એપીના આંકડા અનુસાર આ મહામારીના શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૨૮ રાજયોના ૭૫ સાંસદો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચુકયાં છે. અમેરિકામાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે એક દિવસમાં સંક્રમણનો દરરોજ રેકોર્ડ તોડી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસથી ૭૦ હજાર લોકો સંક્રમિત થઈ ચુકયાં છે. જયારે શુક્રવારે ૨૪ કલાકમાં ૬૫,૫૫૧ નવા કેસો સામે આવ્યો છે. અમેરિકામાં કોરોના વાયરસની ઝપેટમાં આવીને અત્યાર સુધીમાં ૧.૩૬ લાખ લોકોના મોત થઈ ચુકયાં છે.

(11:51 am IST)