Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

પાકિસ્તાનમાં 'કપૂર ખાનદાન'ની 100 વર્ષ જૂની ઐતિહાસિક આલીશાન હવેલી તોડી પાડવાના જીદ્દ

ઋષિકપુરે ‘કપૂર હવેલી’ને મ્યૂઝિયમમાં બદલવા માટે આગ્રહ કર્યો હતો.

બોલીવુડના સુપ્રસિદ્ધ કપૂર ખાનદાનની પાકિસ્તાનના પેશાવરમાં સ્થિત ઐતિહાસિક ખાનદાની હવેલી ધ્વસ્થ થવાની કગાર પર છે. આ હવેલીના હાલના માલિક જોહરી તેને તોડીને કમર્શિયલ કોમ્પલેક્ષ બનાવવાની જીદ પર અડ્યા છે. આ પહેલા ઋષિ કપુરે 2018માં પાકિસ્તાન સરકારને ખેબર પખ્તુનખ્વા પ્રાંતના પેશાવરના કિસ્સા ખ્વાની બજારમાં સ્થિત ‘કપૂર હવેલી’ને મ્યૂઝિયમમાં બદલવા માટે આગ્રહ કર્યો હતો.

   ઋષિ કપુરના આગ્રહ પર પાકિસ્તાનના તત્કાલીન વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ મ્યૂઝિયમમાં બદલવાનું આશ્વાસન આપ્યુ હતુ. પ્રાંતીય સરકાર તેને એતિહાસિક મહત્વ જોતા હવેલીને ખરીદી તેને મુળ રુપેપે સંરક્ષિત કરવા માંગતી હતી. જોકે જોહરી સાથે તેની કિંમતોના મતભેદના કારણે તેઓ સફળ થયા નહી. આ હવેલીની અંદાજીત કિંમત 5 કરોડ છે.

   જોહરી પહેલા પણ તેને પાડવાનો પ્રયાસ કરી ચુક્યો છે. ખેબર પખ્તુનખાના પુરાતત્વ વિભાગે તેની વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરાવી છે. બીજી તરફ સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે હવેલી ભૂત બંગલામાં બદલાઈ ગઈ છે. બદલતા વાતાવરણને કારણે તે વધારે સડી રહી છે. જર્જર હાલતને કારણે ગમે ત્યારે પડી શકે છે.

(11:39 am IST)