Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ રીકવરી દર ભારતમાં

દેશમાં રિકવરી દર સૌથી વધુ ૬૩%

નવી દિલ્હી તા. ૧૩ : દેશમાં સતત બીજા દિવસે ૫૦૦થી વધુ મૃતકો નોંધાયા છે. એટલું જ નહિ સંક્રમિતો મળવાના દરમાં પણ વધારો થયો છે. જ્યારે દૈનિક સેમ્પલ તપાસમાં વૃધ્ધિ નથી થઇ ૩ દિવસથી રોજ ૨.૮૦ લાખ સેમ્પલની તપાસ દેશમાં થઇ રહી છે. જેમાંથી ૯.૫૯ ટકા સુધી સેમ્પલ સંક્રમિત મળ્યા હતા પણ શનિવારે ૧૦.૨૨ ટકા પોઝિટિવ મળ્યા છે.  સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં રિકવરી દર સતત વધી રહ્યો છે. પહેલીવાર તે ૬૩ ટકાની નજીક પહોંચી ગયો છે. મંત્રાલયના કહેવા મુજબ અત્યાર સુધી દેશમાં ૬૨.૯૨ ટકા સંક્રમિત દર્દી સાજા થઇ ઘરે પહોંચ્યા છે. સમગ્ર વિશ્વમાં આ રિકવરી દર ભારતમાં સૌથી વધુ છે.  દેશમાં ૧.૧૫ કરોડથી વધુ તપાસ થઇ છે. પ્રયોગ શાળાની સંખ્યા પણ ૧૨૦૦ની નજીક પહોંચી છે.

(11:15 am IST)