Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

માણસનું જીવન લંબાવવાનો માર્ગ શોધતા વૈજ્ઞાનિકો

માઇફપ્રિસ્ટોન દવા પ્રયોગશાળાના અભ્યાસોમાં ઉપયોગમાં લેવાતી બે એકદમ અલગ પ્રજાતિઓનું જીવન લંબાવી શકે છે

કેલિફોર્નિયા, તા.૧૩: અમેરિકામાં દક્ષિણ કેલિફોર્નિયા સિૃથત એક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ માણસનું આયુષ્ય લંબાવવાનો માર્ગ શોધી કાઢ્યો હોવાની સંભાવના છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ મનુષ્યનું આયુષ્ય વધારવાની શરૂઆતને સમજવાનો પ્રયાસ કર્યો છે.

યુએસસી ડોર્નસાઈફ કોલેજ ઓફ લેટર્સ, આર્ટ્સ એન્ડ સાયન્સીસના વૈજ્ઞાનિકોની એક ટીમ દ્વારા તૈયાર કરાયેલ આ સંશોધન જર્નલ ઓફ ઝેરોન્ટોલોજી ૅં બાયોલોજિકલ સાયન્સમાં ૧૦મી જુલાઈએ પ્રકાશિત કરાયું છે.

આ સંશોધનમાં દર્શાવાયું છે કે માઈફપ્રિસ્ટોન દવા પ્રયોગશાળાના અભ્યાસોમાં ઉપયોગમાં લેવાતી બે એકદમ અલગ પ્રજાતિઓનું જીવન લંબાવી શકે છે. વૈજ્ઞાનિકોએ માઈફપ્રિસ્ટોન જેને આરયુ-૪૮૬ પણ કહેવાય છે, તેનો ઉપયોગ પ્રારંભિક ગર્ભાવસૃથા સમાપ્ત કરવાની સાથે કેન્સર અને કુશિંગ બીમારીની સારવાર માટે કરે છે.

માદા ડ્રોસોફિલમાં સંભોગ, સેકસ પેપ્ટાઈડ અને મિફેપ્રિસ્ટોન/આરયુ-૪૮૬ દ્વારા રેગ્યુલેટેડ જીવનના મેટાબોલિક સિગ્નેચરના અભ્યાસથી એવા સંકેત મળ્યા છે કે આ સંશોધનથી પ્રાપ્ત ફાઈન્ડિંગ્સ મનુષ્યો સહિત અન્ય પ્રજાતિઓ પર પણ લાગુ થઈ શકે છે.

યુએસસી ડોર્નસેફ કોલેજ ઓફ લેટર્સ, આર્ટ્સ એન્ડ સાયન્સીસમાં બાયોલોજિકલ સાયન્સના પ્રોફેસર જહોન ટોવર અને તેમની ટીમને જણાયું કે માઈફપ્રિસ્ટોન સંભોગ કરનાર માદા ફ્રૂટ ફ્લાય (ડ્રોસોફિલા)નું આયુષ્ય વધારી દે છે.

માદા ફ્રૂટ ફ્લાય સંભોગ દરમિયાન પુરૂષો પાસેથી સેકસ પેપ્ટાઈડની મેળવે છે. પાછલા સંશોધનમાંથી એ જાણવા મળ્યું છે કે મોલેકયુલ ઈન્ફ્લેમેશનું કારણ બને છે અને માદા માખીઓનું સ્વાસ્થ્ય અને આયુષ્ય દ્યટાડી નાંખે છે. ટાઙ્ખવર અને તેમની ટીમમાં ગેરી લેન્ડિસ નામના વરિષ્ઠ શોધ સહયોગી અને અભ્યાસના મુખ્ય સંશોધકો સહિતનો સમાવેશ થાય છે.

આ ટીમને જણાયું કે જે માદા માખીઓએ સંભોગ કર્યો છે, તેમને માઈફપ્રિસ્ટોન આપવાથી સેકસ પેપ્ટાઈડની અસર અટકી જાય છે. આ દવાની અસરથી એ માદા માખીઓ બીજી માખીઓની સરખામણીમાં વધુ જીવે છે, જેમને દવા નહોતી અપાઈ. ટોવરની ટીમે કહ્યું કે મુખ્ય વાત એ છે કે માઈફપ્રિસ્ટોન બંને પ્રજાતીઓમાં આયુષ્ય વધારી શકે છે અને એ પણ સંકેત આપી દે છે કે આ યંત્ર અનેક પ્રજાતિઓ માટે મહત્વપૂર્ણ છે.

(10:40 am IST)