Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

પાકિસ્તાનની નવી કરતુતઃ ભારતના સૌથી મોટા દુશ્મનનું બેંક ખાતુ ફરી શરૂ કર્યું

સઇદ ઉપરાંત જમાત-ઉદ-દાવા, લશ્કર-એ-તૈયબા, અબ્દુલ સલામ ભુટ્ટવી, હાજી અશરફ, યાહ્યા મુજાહિદ અને ઝફર ઇકબાલના બેંક ખાતા ફરીથી ખોલવામાં આવ્યા છે

ઇસ્લામાબાદ,તા.૧૩:પાકિસ્તાને ૨૦૦૮નાં મુંબઇ હુમલાના આરોપી હાફિઝ સઇદ સહિત ૫ મોટા આતંકી સંગઠનોનાં બેંક ખાતા ફરી શરૂ કર્યા. પાકિસ્તાન દ્વારા સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સમિતિની મંજૂરી બાદ આ પગલું લેવામાં આવ્યું છે. ગયા મહિને FATF દ્વારા આતંકવાદને નિયંત્રિત કરવામાં નિષ્ફળતા રહેનારા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે એ જોવાનું છે કે FATFના આગામી બેઠકમાં UNSC અને પાકિસ્તાનનાં આ પગલા અંગે બેઠકમાં ચર્ચા થાય છે કે કેમ.

સઇદ ઉપરાંત જમાત-ઉદ-દાવા, લશ્કર-એ-તૈયબા, અબ્દુલ સલામ ભુટ્ટવી, હાજી અશરફ, યાહ્યા મુજાહિદ અને ઝફર ઇકબાલના બેંક ખાતા ફરીથી ખોલવામાં આવ્યા છે.

તે બધા UNSCનાં આતંકવાદીઓની આતંકવાદીઓની યાદીમાં શામેલ છે અને ટેરર ફંડિગનાં કેસમાં ૧-૫ વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર દરેક આતંકવાદીએ UNSCને  તેના બેંક ખાતા ખોલવાની અપીલ કરી હતી જેથી તેમના પરિવારો ખર્ચ ઉઠાવી શકે.

ફાઇનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)એ ગયા મહિને નિર્ણય લીધો હતો કે, પાકિસ્તાનને હાલના સમય માટે ગ્રે લિસ્ટમાં રાખવામાં આવશે.

કેમ કે તે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનો સુધી પહોંચનારા ભંડોળને નિયંત્રિત કરવામાં સફળ રહી શકયો નથી.

જ્ખ્વ્જ્ દ્વારા ટેરર ફંડ અને મની લોન્ડરિંગ વિરુદ્ઘ પગલા ભરવા માટે ૨૭ મુદ્દાઓનો એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.

જો તેનું પાલન કરવામાં નહીં આવે તો પાકિસ્તાનને બ્લેક લીસ્ટમાં મુકાય તેવી પણ આશંકા હતી પરંતુ હાલમાં આ નિર્ણય ઓકટોબર સુધી મુલતવી ટાળવામાં આવ્યો હતો.

(10:39 am IST)