Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

કાલથી ખુલશે જમ્મુ કાશ્મીર પર્યટકો માટે ગુડ ન્યુઝ

નવી દિલ્હી,તા.૧૩:દેશમાં કોરોના મહામારીના વધતા આંકડા અટકવાનુ નામ નથી લઈ રહ્યા. મહામારીના કારણે જ દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યુ હતુ પરંતુ હવે ધીમે ધીમે જનજીવનને સામાન્ય કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન જમ્મુ કાશ્મીરમાં ૧૪ જુલાઈથી પર્યટન તબક્કાવાર રીતે ખોલવામાં આવશે. જમ્મુ કાશ્મીર સરકારે પર્યટકોના પ્રવેશ માટે દિશા-નિર્દેશ જારી કર્યા છે. આ તબક્કામાં માત્ર એ જ પર્યટકોને રાજયમાં આવવાનુ મંજૂરી મળશે જે હવાઈ માર્ગથી આવશે.

પર્યટકો માટે આગમન પર આરટી-પીસીઆર તપાસ અનિવાર્ય છે. આ સાથે જ પર્યટકો માટે હોટલ બુકિંગની પુષ્ટિ પણ જરૂરી છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના પ્રસાર વચ્ચે આખા દેશમાં પર્યટન ઉદ્યોગને ભારે નુકશાન ઉઠાવવુ પડ્યુ છે. પરંતુ હવે દેશભરમાં તેને ધીમે ધીમે ખોલવાની કોશિશ ચાલુ છે. આ ક્રમમાં સૌથી પહેલા ગોવાએ પર્યટન ઉદ્યોગને ખોલવાની પહેલ કરી હતી. ત્યારબાદ હાલમાં જ હિમાચલ પ્રદેશમાં ઘણી શરતો સાથે પર્યટનની મંજૂરી આપવામાં આવી હતી.

(10:37 am IST)