Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

કોરોના મહામારીએ કાફે કલ્ચર ખતમ કર્યું

લંડનમાં લોકડાઉન ખુલ્યુ હોવા છતા એક બહુપ્રખ્યાત કાફે શોપની ૧૦ બ્રાન્ચ બંધ થઇ ચૂકી છે

વોશિંગટન,તા.૧૩: કોરોના મહામારીને લીધે Work From Homeના નવી વ્યવસ્થામાં સમાઇ ગયેલા વિશ્વમાં સ્થાનિક Cafeમાં જઇને કોફી પીવી, એ હવે ભૂતકાળ સમાન બની ગયુ છે. ઘરે રહીને લોકો ગમે એટલી કોફી પી લે, પરંતુ કોફીનો જેટલો વપરાશ બહાર Cafe આદિમાં થયો હતો તેટલો હવે નથી થઇ રહ્યો. આ જ કારણથી અમેરિકાના કોફી વિભાગે ૨૦૧૧ પછી પહેલી વાર વૈશ્વિક કોફી ખપતને ઓછી કરવાની શરુઆત કરી દીધી છે. Cafe અને રેસ્ટોરેન્ટમાં સામાન્ય રીતે કોફીની ડિમાન્ડની ૨૫ ટકા ખપત હતી પરંતુ કોરોના મહામારીને લીધે બધુ બંધ હોવાને લીધે કોફીનો વપરાશ મુળ માંગ પર પહોંચતા સમય લાગી જશે. Cafe cultureનાં ખતમ થવુ સામાજીક સંસ્કૃતિ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, બહાર લોકો સાથે કે એકલતામાં કોફી પીવી એક સામાજીક કામ જેવુ હતું જેમાં તમને સમાજ સાથે હોવાનો અનુભવ થતો હતો.

જોકે લાંબા સમયથી ઉચ્ચક પાક થવાના કારણે કોફી ઉત્પાદકો, ખેડૂતો પણ આર્થિક ભીંસ ભોગવી રહ્યા છે. જેની વિપરીત અસર હેઠળ કોફી ઉત્પાદનમાં બાળ મજૂરોને ધકેલવામાં આવી રહ્યા છે, આ મુદ્દે આંતરરાષ્ટ્રીય કોફી સંગઠન પણ ચેતવણી જાહેર કરી ચૂકયુ છે.

લંડનમાં લોકડાઉન ખુલ્યુ હોવા છતા એક બહુપ્રખ્યાત Cafe શોપની ૧૦ બ્રાન્ચ બંધ થઇ ચૂકી છે. આવી ગંભીર સ્થિતિ દુનિયાભરના દેશોમાં જોવા મળી રહી છે.

(10:36 am IST)