Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

તેલંગણામાં કોરોના વાયરસથી થયેલા મૃત્યુના કિસ્સામાં મૃતદેહને રિક્ષામાં અંતિમ સંસ્કાર માટે લઇ જવાયો

 નવી દિલ્હી: તેલંગાણાના નિઝામાબાદ સ્થિત સરકારી હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુ પામનારા એક વ્યક્તિના મૃતદેહને ઓટો રિક્ષામાં મૂકીને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયો છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, હોસ્પિટલ તંત્રએ એમ્બ્યુલન્સ વગર જ દર્દીના પરિવારના લોકોએ મૃતદેહ સોંપી દીધો છે. નિઝામાબાદ સરકારી હોસ્પિટલના સુપરિટેન્ડેટ ડૉ. નાગેશ્વર રાવે જણાવ્યું કે, એક 50 વર્ષીય દર્દીને 27 જૂનના રોજ નિઝામાબાદ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તેનામાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ હતી.

તેમણે જણાવ્યું હતું કે, ગઈ કાલે સારવાર દરમિયાન દર્દીનું મોત થઈ ગયું હતું. તેના સગા જે અમારી હોસ્પિટલમાં કામ કરતા હતા તેણે મૃતદેહ સોંપી દેવાનો આગ્રહ કર્યો હતો જેને કારણે અમે તેને મૃતદેહ સોંપી દીધો હતો. તેમણે એમ્બ્યુલન્સ રાહ જોઈ નહતી અને મૃતદેહને ઓટો રીક્ષામાં મૂકીને લઈ ગયા હતા.

(12:00 am IST)