Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ભાજપના સાંસદ જનાર્દન મિશ્રાનું વિવાદી નિવેદન : કહ્યું રાજનેતાઓ જ ગુનેગારોને સંરક્ષણ આપે છે

બધા જ લોકો ગુનેગારોને ટિકિટ આપે છે અને તેમનો રાજકીય ફાયદો ઉઠાવે છે.

મધ્ય પ્રદેશના રીવા ખાતે ભાજપના સાંસદ જનાર્દન મિશ્રા કુખ્યાત ગુનેગાર વિકાસ દુબેના એન્કાઉન્ટર અંગે ચર્ચા દરમિયાન  જણાવ્યું કે, 'યુપી પોલીસે સારૂં કર્યું કે વિકાસ દુબેનું એન્કાઉન્ટર કરી દીધું. હું કદી ખોટું નથી બોલતો. રાજનેતાઓ જ ગુનેગારોને સંરક્ષણ આપે છે

   સાંસદે જણાવ્યું કે, પહેલાના જમાનામાં વડાપ્રધાનથી લઈને સાંસદો ગુનેગારોને સંરક્ષણ આપતા હતા. વડાપ્રધાનથી લઈને સરપંચ સુધીના લોકોએ આ વ્યવસ્થાને જન્મ આપ્યો છે. તેમાં ગ્રામ પંચાયતના સરપંચ, ધારાસભ્યો, સાંસદ, મંત્રી, મુખ્યમંત્રી કે પછી વડાપ્રધાન આ બધા જ લોકો ગુનેગારોને ટિકિટ આપે છે અને તેમનો રાજકીય ફાયદો ઉઠાવે છે

   જનાર્દન મિશ્રાના કહેવા પ્રમાણે પ્રાઈમરી શાળાના માસ્ટરથી લઈને વિશ્વવિદ્યાલયના કુલપતિ સુધીના લોકો ગુનેગારોને સંરક્ષણ આપે છે. દોષ ફક્ત ન્યાયપાલિકા કે સિસ્ટમમાં જ નથી, સંપૂર્ણ સમાજ વ્યવસ્થા જ દોષિત

(12:00 am IST)