Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

પૂર્વોતરના રાજ્યોમાં પૂરપ્રકોપ :ગૃહમંત્રી અમિતભાઇ શાહે સમીક્ષા બેઠક યોજી :એલર્ટ રહેવા આપ્યા નિર્દેશ

એનડીઆરએફ અને અન્ય એજન્સીઓને સ્થિતિના સામનો કરવા માટે તૈયાર રહેવા કહેવાયું

નવી દિલ્હી : આસામ ,બિહાર સહીત પૂરથી પૂર્વોતરના રાજ્યોના હાલ બેહાલ છે. ત્યારે આ તમામ પરિસ્થિતિ પર કેન્દ્ર સરકાર નજર રાખી રહી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ  શાહે પૂરની સ્થિતિની સમિક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં ગૃહપ્રધાને એનડીઆરએફ અને અન્ય એજન્સીઓને એલર્ટ રહેવાના નિર્દેશ આપ્યા હતા

સાથે કોઇ પણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું હતુ. ભારે વરસાદના કારણે આસામ, બિહાર, મેઘાલય અને અન્ય પૂર્વોતર રાજ્યોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે.

(11:39 pm IST)