Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

દેશમાં અસહિષ્ણુતા, મોબ લિંચિંગ, મહિલાઓ સાથેઅત્યાચારથી આર્થિક વિકાસને નુકશાન;આદિ ગોદરેજ

પાંચ ટ્રિલિયન ઇકોનોમીની વાતો વચ્ચે જાતિગત હિંસા, જેવી બાબતોથી નુકશાન

dir="ltr">નવી દિલ્હી :દેશના ટોચના  ઉદ્યોગપતિ અને ગોદરેજ ગૃપના ચેરમેન આદિ ગોદરેજે વર્તમાન સમયમાં બની રહેલી ઘટનાને લઈને ટકોર કરી છે. તેમણે કહ્યું કે, અસહિષ્ણુતા, મોબ લિંચિંગ, મહિલાઓ સાથે થતા અત્યાચાર આર્થિક વિકાસને નુકશાન પહોંચાડી રહ્યા છે.
    પોતાના કોલેજ સૈન્ટ જેવિયરના 150 વર્ષ પૂરા થવાના ઉજવણીના પ્રસંગે રાખવામાં આવેલા કાર્યક્રમમાં બોલતી વખતે આદિ ગોદરેજે કહ્યું કે, જ્યાં એકબાજુ કેન્દ્ર સરકાર પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા પર ભાર મુકી રહી છે, તો બીજી તરફ જાતિગત હિંસા, અસણિષ્ણુતા જેવી બાબતોને તેને નુકશાન થઈ રહ્યું છે.
ગોદરેજે કહ્યું કે, દેશ અત્યારે ભારે ગરીબીનો સામનો કરી રહ્યો છે. આ પરિસ્થિતિ વિકાસની ગતિને ભારે નુરશાન પહોંચાડી શકે છે અને આપણને ક્ષમતાઓની ઓળખ કરવામાં રોકી શકે છે.
(11:31 pm IST)