Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

શું ૨૦૦૮ જેવી મંદી આવી રહી છે ?

નવી દિલ્હીઃ ફરી એકવાર વૈશ્વિક મંદીના ભણકારા વાગ્યાઃ ભારત ઉપરાંત એશીયા અને યુરોપના અનેક દેશોની અર્થવ્યવસ્થામાં ઓટ આવીઃ સિંગાપોર, ચીન, દક્ષિણ કોરીયા જેવા દેશોનો જીડીપી નીચો ગયોઃ ભારત અને ચીન જેવા દેશોની અમેરિકા સાથે ટ્રેડવોર ચાલી રહી છે જેની ઉદ્યોગો ઉપર અસર જોવા મળી રહી છેઃ ડીમાન્ડ ન હોવાને કારણે અનેક દેશોએ પોતાની ફેકટરીઓમાં ઉત્પાદન બંધ કરી દીધુ છેઃ કંપનીઓ પાસે જૂનો સ્ટોક એટલો બધો પડયો છે કે તેના નિકાલ માટે સમય લાગશેઃ ચીન અને ભારતમાં ઓટો સેકટરની હાલત ખરાબઃ કારના વેચાણમાં સતત ઘટાડોઃ સિંગાપોરની અર્થવ્યવસ્થામાં નિકાસનું ઘણુ મહત્વ છે, પરંતુ ત્યાં નિકાસ ઘટીને ૨૦૧૩ના સ્તર પર પહોંચી ગઈઃ સિંગાપોરનો ડોલર અમેરિકાના ડોલરના મુકાબલે ૦.૧ ટકા તૂટી ગયોઃ જો અમેરિકાનુ ચીન અને ભારત સાથે ટ્રેડવોર ચાલુ જ રહે તો તેના ભયંકર પરિણામો આવશેઃ હાલ તેના ઉકેલની કોઈ આશા દેખાતી નથીઃ જો મંદી આવે તો ભારત સરકારના ૫ લાખ ટ્રીલીયન ઈકોનોમી બનવાનુ સપનુ અધુરૂ રહી જાયઃ ૨૦૦૮માં ભયાનક મંદી આવી હતીઃ કંપનીઓમાં ઉત્પાદન ઠપ્પ થઈ ગયુ હતુ અને બેકારી વધી ગઈ હતીઃ લેહમેન બ્રધર્સ અને બેન્ક ઓફ અમેરિકાએ દેવાળુ ફુંકતા અમેરિકામાં મંદી શરૂ થઈ હતી તે પછી સમગ્ર વિશ્વને તેને ભરડો લઈ લીધો હતોઃ મંદીમાંથી બહાર નિકળવા ઓછામાં ઓછા ૩ વર્ષ લાગ્યા હતા

(4:12 pm IST)