Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ભારતને અમેરીકા મોટુ પીઠબળ પુરૃં પાડશેઃ ચીન-પાક સામે નવો કોરીડોર

ટોચના અમેરિકી જનરલે જણાવ્યું છે કે પેન્ટાગોન ભારતીય સૈન્ય સાથેના સહયોગ (ઇન્ટરઓપરેટેબેલિટી) અને બાતમીના આદાનપ્રદાનની ક્ષમતા વધારીને નવી દિલ્હી સાથેના સંરક્ષણ સંબંધોને વેગ આપવા પર ભાર મૂકશે.

અમેરિકી સૈન્યના જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફ તરીકે નોમિનેટ થયેલા જનરલ માર્ક એ.મિલીએ સેનેટની સશસ્ત્ર સેવા સમિતિના લેખિત પ્રશ્નના ઉત્ત્।રમાં જણાવ્યું હતું કે, 'મારી નીતિ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષી સંવાદના વર્તમાન માળખા અર્થાત ટુ પ્લસ ટુ બેઠકની મદદથી ભારત સાથેના સંરક્ષણ સંબંધોને જાળવવા તેમજ વધારવાની રહેશે. ખાસ કરીને ભારતીય સૈન્ય સાથે ઇન્ટરઓપરેટિબિલિટી તેમજ બાતમી આદાનપ્રદાનની પ્રક્રિયાને વેગ આપવા પર ભાર મૂકવામાં આવશે.

તેમણે કહ્યું કે અમેરિકા ૨૦૧૬માં જ ભારતનો મુખ્ય સંરક્ષણ સાથીદાર તરીકે માન્યતા આપી ચૂકયું છે. તેને પગલે ભારત અમેરિકા પાસેથી તેના નિકટવર્તી સહયોગી અને મિત્ર દેશની બરોબરીમાં જ વધુ અદ્યતન અને સંવેદનશીલ ટેકનોલોજી ખરીદ કરી શકે છે. સેનેટ સમિતિ જો મંજૂરી આપશે તો જનરલ મિલી અમેરિકી જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફ તરીકે જનરલ જોસેફ ડનફોર્ડનું સ્થાન લઈ શકે છે.  

(3:53 pm IST)