Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન : બદ્રીનાથ હાઈવે બંધ : યાત્રીઓ પરેશાન

મુસાફરોને બદ્રીનાથ, પાંડુકેશ્વર, ગોવિંદઘાટ તેમજ જોશીમઠમાં યાત્રા પડાવોમાં રોકી દેવાયા

ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ચમોલીના લામબગડમાં રસ્તા પર કાટમાળ આવવાથી હાઈવે બંધ થઈ ગયો છે. સુરક્ષાની દ્રષ્ટિએ મુસાફરોને બદ્રીનાથ, પાંડુકેશ્વર, ગોવિંદઘાટ તેમજ જોશીમઠમાં યાત્રા પડાવોમાં રોકવામાં આવ્યા છે. રસ્તો બંધ હોવાના કારણે બદ્રીનાથમાં 12 યાત્રીઓ રોકાઈ ગયા છે. જ્યારે બદ્રીનાથ જતા 200 યાત્રી રસ્તો ખુલવાની રાહ જોઈ રહ્યા છે. એસડીએન જોશીમઠ અનિલ કુમાર ચન્યાલે જણાવ્યુ કે સતત થઈ રહેલા વરસાદના કારણે હાઈવો ખોલવાનું કામ શરૂ નથી થઈ રહ્યુ.

 પ્રશાસનનું કહેવુ છે કેહવામાન સામાન્ય થતા  હાઈવે પરથી કાટમાળ હટાવવાનું કામ શરૂ થશે ત્યારે યાત્રા ફરીથી શરૂ કરવામાં આવશે. યાત્રીઓની સુરક્ષાને જોતા ભીમબલી અને લિનચોલીના મધ્ય સ્લાઈડિંગ ઝોન પાસે એસડીઆરએફ અને પોલિસનો કેમ્પ લગાવી દેવામાં આવ્યો છે. ડ્રોન સાથે જ એક પ્રશિક્ષિત કર્મચારી પણ આ દળ સાથે તૈનાત કરવામાં આવ્યો છે.

આ દળ ચોવીસે કલાક ભૂસ્ખલનના સંભવિત ખતરા પર નજર બનાવી રાખશે. ભૂસ્ખલના કારણે અહીં પગાપાળા માર્ગની પહોળાઈ સાડા ત્રણ મીટરથી ઘટીને હવે એક મીટર રહી ગઈ છે. પહાડો પરથી પડેલ પત્થરોના કારણે અહીં બાકીનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. અહીં પગપાળા રસ્તાની બરાબર નીચે બસ્સો મીટર ઉંડી ખીણ છે.

આ રસ્તે યાત્ર શરૂ કરતા પહેલા ગુરુવારે કેદારનાથી પાછા આવતા વિવિધ પડાવો પર રોકવામાં આવેલ તીર્થ યાત્રીઓને સુરક્ષિત ગૌરીકુંડ પહોંચાડવામાં આવ્યા. કેદારનાથ પગપાળા ટ્રેક પર ભીમબલી અને લિનચોલી વચ્ચે ગુરુવારે બપોરના સમયે પહાડ સાથે પત્થર પડવા સાથે ભૂસ્ખલન થયુ હતુ જેની ચપેટમાં એક ઘોડા સંચાલક અને 16 તીર્થયાત્રી આવ્યા હતા. ઘોડા અને તેના સંચાલકનું સ્થળ પર જ મોત થઈ ગયુ જ્યારે 16 તીર્થયાત્રીઓ ઘાયલ થઈ ગયા હતા.

(12:10 pm IST)